અબતક, નવીદિલ્હી

આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાને લઇ વિવિધ દેશો સાથે નાણાકીય અને સામાજિક વ્યવહાર ધ્યાને લેવામાં આવતા હોય છે. ત્યારે રસિયા અને યુક્રેઇન વચ્ચેના સંબંધોમાં પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે બંને દેશો વચ્ચે શુ તણાવ ઉભો થયો છે, તે પૂર્વે રશિયાનો ઇતિહાસ જાણવો ખુબજ જરૂરી છે. જેમાં 1914માં નિકોલસ દ્વિત્યએ રશિયન સામ્રાજ્યની સતા પર આવ્યા હતા અને ગણતરીના ત્રણ વર્ષ માજ તેમના વિરુદ્ધ વિદ્રોહ ફાટી નીકળ્યો હતો. સાથોસાથ 1918માં યુક્રેઇન આઝાદીની જાહેરાત કરી હતી પરંતુ સત્તાની ખેંચતાણના કારણે ગૃહ યુદ્ધ શરૂ થઈ ગયા હતા અને બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો હતો. એવીજ રીતે વર્ષ 1921માં યુક્રેઇન સોવિયત સ્પેશિયાલિસ્ટ રિપબ્લિકનની સ્થાપના થઈ, અને તે વર્ષ 1922માં એક સંસ્થાપક સભ્ય બની ગયું.

મારી સાથે ઘર માંડ, નહીંતર મારી નાખીશ: 

ત્યાર બાદ વર્ષ 2013માં યુક્રેઈને રસિયા અથવા યુરોપિયન યુનિયન એમ બેમાંથી એકની પસંદગી કરવાની હતી, અને વર્ષ 2014માં તેને યુરોપિયન યુનિયન સાથે કરારો સાઈન કર્યા. પરંતુ હાલનો વિવાદ એ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતીન ઈચ્છે છે કે, તે યુક્રેઇનને ક્યારેય નાટોમાં સભ્યપદ આપવામાં ન આવે તો સામે યુક્રેઇન પણ રશિયા નો વિરોધ ને ધ્યાને લઇ નાટો માં સભ્ય બનવા માટે મહેનત કરી રહ્યું છે . એટલું જ નહીં પૂર્વીય યુરોપમાં પોતાની તમામ અન્ય ગતિવિધિને અટકાવવા માટે પણ પુતિને ઇચ્છા વ્યક્ત કરી હતી.

રશિયાએ યુક્રેઇન બોર્ડર પર 1 લાખથી વધારે સૈનિકો અને ટેંકો  તૈનાત કરી દીધા 

આ તમામ મુદ્દા નો અને તણાવનો અંત આવે તે માટે રશિયાએ યુક્રેનને અનેક વખત ચેતવ્યું છે સાથોસાથ તેમનું માનવું છે કે યુક્રેઇન રશિયા સાથે ઘર માંડે નહીંતર રશિયા તેને મારી નાખશે. બંને દેશોની મહત્ત્વતા અંગે જો વાત કરવામાં આવે તો રશિયા અને યુક્રેનના સંબંધો વર્ષો જૂના છે એટલું જ નહીં યુક્રેનમાં 8 લાખથી વધારે રશિયન મૂળના લોકો રહે છે એવી જ રીતે વર્ષોથી રશિયા અને યુક્રેન વ્યાપાર માટે ભાગીદારી નોંધાવી છે તે પરત તેઓને મળે તે વાતની પણ તેઓએ ઈચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહિ યુરોપમાં ગેસ પહોંચાડવા માટે રશિયાની પાઇપલાઇન યુક્રેઇન થઈને જાય છે જેથી રશિયા માટે જરૂરી એ પણ છે કે યુક્રેઇન સાથેના સંબંધો જે વ્યાપારિક છે તે સહેજ પણ બગડે તો ઘણી નુકશાની બંને દેશોને વેઠવી પડશે.

યુક્રેન યુરોપની સંસ્થાઓ સાથે સંબંધો બાંધે અને ખાસ કરીને નાટોમાં જોડાવા માગતું હોય તે વાતનો રશિયાએ પહેલેથી જ વિરોધ કર્યો છે. યુક્રેનની સરહદ યુરોપ અને રશિયા બંનેને લાગે છે, પરંતુ સોવિયેટ સંઘના હિસ્સા તરીકે યુક્રેનના વધારે ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો રશિયા સાથે રહ્યા છે. યુક્રેનમાં રશિયન બોલનારા લોકોની સંખ્યા પણ ખાસ્સી છે.ઐતિહાસિક રીતે યુક્રેન પોતાની સાથે જોડાયેલું રહ્યું છે એવો દાવો કરીને રશિયાએ ક્રિમિયા કબજે કરી લીધું હતું. રશિયાની એ પણ ફરિયાદ છે કે પૂર્વ યુક્રેનમાં શાંતિ સ્થાપના માટે 2015માં મિન્સ્ક શાંતિકરાર થયા હતા તેનું પણ પાલન થયું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.