સીરિયામાં ઇઝરાઇલ બાદ હવે રશિયન લડાકુ વિમાનોએ તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં રશિયન હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 21 આઈએસઆઈએસ આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે સેંકડો ઘાયલ હોવાનું જાણવા મળે છે. છેલ્લા 24 કલાકમાં સીરિયન સરકાર સમર્થિત રશિયન વાયુસેનાએ 130 સ્થળોએ હવાઈ હુમલો કર્યો હતો. થોડા દિવસો પહેલા ઇઝરાયેલે સીરિયામાં અનેક મિસાઇલો ફાયર કરીને ઇરાન સમર્થિત સેનાના ટાર્ગેટ્સનો નાશ કર્યો હતો. હવે રશિયાએ ખુવારી કરી છે.

રશિયન એરફોર્સના છેલ્લા 24 કલાકમાં 130 હવાઈ હુમલામાં 21 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલા એલેપ્પો, હામા અને રક્કામાં આઇએસઆઈએસના ઠેકાણાઓ પર કરવામાં આવ્યા છે. આઈએસઆઈએસએ શનિવારે સરકારી સૈન્ય અને લશ્કર પર ઘણા હુમલા કર્યા હતા. જે બાદ રશિયન વાયુસેનાએ આ જવાબ લીધો છે. આઈએસઆઈએસના આ હુમલાઓમાં સીરિયન સરકાર સમર્થિત 8 સૈનિકો માર્યા ગયા હતા.

સીરિયાના દરેક ભાગમાં લડાઈ

સીરિયાના બડિયા ક્ષેત્રમાં સરકાર સમર્થિત સેના અને આઈએસઆઈએસના લડવૈયાઓ વચ્ચે ઉગ્ર લડાઇ ચાલુ છે. જેમાં રશિયન આર્મી સીરિયન સરકારી સૈન્ય વતી મદદ કરી રહ્યું છે. 2014 થી સીરિયા અને ઇરાક આઈએસઆઈએસના આતંકનો સામનો કરી રહ્યા છે. આ સાથે આખું સીરિયા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. હાલમાં સીરિયન રાજધાની દમાસ્કસ સિવાય એવો કોઈ વિસ્તાર નથી. જ્યાં લોહિયાળ ઘટના બની ના હોય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.