ભાગીદારી કરવા માટેની સમીક્ષા શરૂ: રસીનું વિતરણ એકલા હાથે ન કરી શકવા રશિયાનું માનવું
રશિયાના આરડીઆઈએફ રશિયન ડાયરેકટર ઈન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ સ્યુટનિક વીકીલ હીમેટ્રીટયુલએ ગૂરૂવારે કરેલી સતાવાર જાહેરાતમાં જણાવ્યું હતુ કે કોવિડ ૧૯ વિરોધી રસીનાં ઉત્પાદનમાં રશિયા ભારત સાથે ભાગીદારી કરવા ઈચ્છુક છે.
રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતીને જાહેર કર્યું હતુ કે તેમના દેશે વિશ્ર્વમાં સૌથી પહેલા કોવિડ ૧૯ના ઈલાજ માટેની રસીનું સફળતા પૂર્વક નિર્માણ કર્યું છે. જે નિશ્ર્ચિતપણે અસરકારક રીતે અસર કરવા અને શરીરમાં રોગપ્રતિકારક શકિત વધારી બિમારી સામે સારૂ પરિણામ આપવા અકસીર ગણાય છે. સ્યુટનિકવિને જમેલીયા રિસર્ચજ ઈન્સ્ટયુટ ઓફ એપીડીન્યુમોલોજીએ માઈક્રો બાયોલોજીએ આરડીઆઈએફ સાથે મળીને વિકાસ કર્યું છે આ રસીનો હજુ ત્રીજા તબકકાનું અને વ્યાપકપણે તબીબી પરિક્ષણ કરવાનું બાકી છે.
અરબ અમીરામ, સાઉદી અરેબિયાની સાથે સાથે બ્રાઝીલ અન ભારતમાં પણ કરવા ઈચ્છીઅ છીએ રશીયા પણ આ રસીનું નિર્માણ પાંચથી વધુ દેશોમાં કરવા માંગીએ છીએ અને એશિયા લેટીન અમેરિકી અને ઈટાલી અને વિશ્ર્વના અન્ય ભાગોમાં ખૂબજ મોટા પ્રમાણમાં આ અંગેની માંગ રહેલી છે. અને આ દેશોમાં આ રસીની નિકાસ કરવાની જરૂરીયાત હોવાનું તેમણે જણાવ્યું હતુ.
રશિયા દ્વારા બનાવવામાં આવેલી સ્પ્યુટનીક વી રસીના નિર્માણ માટે ભારતનો સહકાર લેવા માટે રશિયા તત્પર બન્યું છે.