અફઘાનના પ્રશ્નો ઉકેલવા સૌપ્રથમ તમામ દળોએ જોડાવું જરૂરી: રશિયા
અફઘાનની સમસ્યાઓને લઈ રશિયા દ્વારા તાજેતરમાં મોસ્કો ખાતે તાલીબાન બેઠક બોલાવવામાં આવી હતી. ૯ નવેમ્બરે યોજાયેલી આ બેઠકમાં યુએસ ઉપરાંત ભારતે પણ ગેર-આધિકારીક રીતે ભાગ લીધો હતો. બેઠકમાં અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈ વિવિધ સંઘર્ષી મુદાઓ પર ચર્ચા થઈ હતી.
બેઠક બાદ રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લાવશેર્વે કહ્યું કે, રાષ્ટ્રીય સમજુતીની સાથે જ અફઘાનિસ્તાનના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે. જેમાં બધી પાર્ટીઓનું જોડાવું જરૂરી છે. તમામ દળો પ્રયાસો કરશે તો જ આ શકય છે. આ સાથે તેમણે આશા વ્યકત કરી હતી કે, અફઘાનિસ્તાનના જવાબદાર વ્યકિતઓ સમુહ કે વ્યકિતગત ચર્ચાથી નહીં પરંતુ અફઘાન લોકોના મત અને તેમના રસની પ્રેરાઈ પ્રશ્નો સુલજાવશે.
આ સાથે રશિયાએ ભારતને એમ પણ આહવાન કર્યું છે કે, તે આગામી તાલીબાન બેઠકમાં વધુ સક્રિય ફાળો ભજવે જોકે, આ સામે ભારત સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે, ભારતે આ બેઠકમાં માત્ર ઔપચારીક રીતે ભાગ લીધો છે.