૮૮ વર્ષના ઇતિહાસમાં ઉદ્ઘાટન મેચમાં યજમાન ટીમને નહીં હરાવવાનો રેકોર્ડ યથાવત
ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ની ગ્રૂપ-અની પ્રથમ મેચમાં ઐતિહાસિક વિજય મેળવતાં સાઉદી અરેબિયાને ૫-૦થી કચડી નાખ્યું હતું. રશિયા તરફથી ડેનિશ ચેરિશેવે બે જ્યારે લુરી ગેઝિન્સ્કી, અર્ટેમ ઝિયુબા અને ગોલોવિને ૧-૧ ગોલ કર્યા હતા. આ સાથે જ ૮૮ વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મેચમાં યજમાન ટીમનો નહીં હારવાનો રેકોર્ડ યથાવત્ રહ્યો છે. જીત બદલ રશિયાને ૩ પોઇન્ટ મળ્યા છે. રશિયા તરફથી મેન ઓફ ધ મેચ ચેરીશેવે બે ગોલ કર્યા હતા.
મેચની ૧૦ મિનિટ સુધી બંને ટીમો એક બીજાની તાકાત પર નજર રાખી રહી હતી. રશિયાએ એક-બે વખત વિરોધી ટીમના ડીમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ અનુભવી ઓસ્મા હાવાસાવી અને યાસેર અલ શાહરાની સામે તેઓ ગોલ કરવામાં સફળ થયા નહોતા. ૧૨મી જ મિનિટે યુરી ગેઝિનસ્કીએ ગોલ કર્યો હતો. સાઉદી અરેબિયાને આ દરમિયાન ગોલની તક હતી પરંતુ તેનો ક્રોસ કોર્નરની બહાર જતો રહ્યો હતો.
૨૪મી મિનિટે રશિયાના મિડફિલ્ડર એલન ઝેગોવ હેમસ્ટ્રિંગને કારણે મેચમાંથી ખસી જવું પડયું હતું. રશિયાએ તે પછી પણ દબદબો જાળવી રાખ્યો હતો અને ૪૩મી મિનિટે ડેનિશ ચેરિશેવે ગોલ કરી ટીમને ૨-૦ની લીડ અપાવી હતી. બીજા હાફમાં પણ સાઉદી અરેબિયા સામે રશિયાનો દબદબો જોવા મળ્યો હતો અને તેનો ફાયદો ટીમને ૭૧મી મિનિટે મળ્યો હતો. તે વખતે અર્ટેમ ઝિયુબાએ ગોલ કરી ટીમને ૩-૦ની મજબૂત સરસાઈ અપાવી હતી જ્યારે ૯૦+૧ મિનિટે ચેરિશેવે પોતાનો બીજો ગોલ કરી ટીમને ૪-૦થી આગળ કરી હતી જ્યારે ૯૦+૪ મિનિટે ગોલોવિને ગોલ કરી રશિયાને ૫-૦થી જીત અપાવી હતી.
ઓક્ટોપસ બાબા નહીં પણ બિલાડી બેબીની ભવિષ્યવાણી!!!
ફૂટબોલ ફિવર વધી રહ્યો છે ત્યારે આ વખતે ચેમ્પિયન કોન બનશે? એ ચર્ચાઓ તેજ બની છે. જોકે એનો ખુલાસો ૧૫ જુલાઇએ થશે. જ્યારે બે સર્વ શ્રેષ્ઠ ટીમો આમને સામને હશે. ફૂટબોલના ધૂરધંરોનુ માનવું છે કે, આ વખતે જર્મની ચેમ્પિયન બનશે તો કેટલાકનું એવું માનવું છે કે સ્પેન, ફ્રાંસ અને બ્રાઝિલ પણ હોટ છે.
આ સંજોગોમાં આ વખતે ચેમ્પિયન કોણ બનશે, એ વાતની ભવિષ્યવાણી કરવી કઠીન છે. પરંતુ આ વખતે એવું કોઇ છે કે જે અગાઉથી જ જણાવી દે છે કે આ વખતે ફૂટબોલ ચેમ્પિયન કોણ બનશે.
જી, હા… યાદ કરો ૨૦૧૦નો ફૂટબોલ વર્લ્ડ કપ. એ સમયે ઓક્ટોપસ બાબાએ સટીક ભવિષ્યવાણી કરી બતાવ્યું હતું કે સ્પેન ચેમ્પિયન બનશે અને થયું પણ એવું જ. જોકે આ વખતે ઓક્ટોપસ બાબા તો નથી પરંતુ એક બિલાડી આ વખતે જીતની ભવિષ્યવાણી કરનાર છે.
પ્રથમ લીગમાં ૪૮ મેચ રમાશે. અંતિમ ૧૬ માટે ૮ મેચ રમાશે. ૮ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પામશે. ત્યાર બાદ સેમી ફાઇનલ અને પછી ૧૫મી જુલાઇએ ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં નક્કી થશે કે ચેમ્પિયન કોણ બનશે. પરંતુ આ પહેલા બિલાડી ભવિષ્યવાણી કરશે કે કઇ ટીમ આ વખતે ચેમ્પિયન બનશે.
સફેદ બિલાડી સેંટ પીટરબગ્રના હર્મિટેજ મ્યુઝિયમમાં રહે છે. અત્યારે એ ખાસ પ્રકારની તાલિમ લઇ રહી છે. ફિફા વર્લ્ડ કપ શરૂ થતાં આ ભવિષ્યવાણી કરશે. જોકે એની ઉપર મોટી જવાબદારી હશે. કારણ કે ૨૦૧૦માં પોલ ઓક્ટોપસે સટીક ભવિષ્ય વાણી કરી હતી. એના માટે આ પ્રથમ વખત નથી. અગાઉ ૨૦૧૭માં ક્ધફડેરેશન કપમાં પણ આ બિલાડીએ ભવિષ્યવાણી કરી હતી.
આ સફેદ બિલાડી સાંભળી શકતી નથી. એનો સીધો અર્થ એ થયો કે તે સરળતાથી એનું ધ્યાન ભટકાવી શકાય એમ નથી. ભવિષ્યવાણી માટે મેચ પૂર્વે બે ટીમોના પ્રતિક માટે બે બોલ એના આગળ ફેંકવામાં આવશે. જેના પર ટીમોના ફ્લેગ હશે.