સોશિયલ મીડિયાના ડેટાનો ઉપયોગ કરી ચૂંટણીઓમાં પોતાના અનુકુળ વાતાવરણ બનાવવાની રશિયાની પેરવી: ઓકસ્ફર્ડ સોશિયલ મીડિયા નિષ્ણાંતોએ વ્યકત કરી દહેશત

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાના આક્ષેપો વારંવાર થઈ રહ્યાં છે. ત્યારે ૨૦૧૯માં ભારતની લોકસભા ચૂંટણીમાં રશિયા મીડિયા અને સોશ્યલ મીડિયા કી અટકચાળા તેવી દહેશત ઓકસ્ફર્ડ યુનિવર્સિટીના સોશ્યલ મીડિયા એકસ્પર્ટ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ઓકસ્ફર્ડના નિષ્ણાંતો દ્વારા અમેરિકાની સાંસદમાં મુકેલા રિપોર્ટ અનુસાર ભારત અને બ્રાઝીલ જેવા દેશમાં જયાં આગામી વર્ષોમાં ચૂંટણી યોજવાની છે ત્યાં રશિયા મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમી માથુ મારશે. સોશ્યલ મીડિયાના ડેટાનો ઉપયોગ કરીને રશિયા આ ચૂંટણીઓને પ્રભાવિત કરી અનુકુળ વાતાવરણ બનાવવાની પેરવી કરશે. પોતાને મનગમતી અને કહ્યાંગરી સરકાર બેસાડવાનો પ્રયત્ન રશિયા કરશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

નિષ્ણાંતોના મત અનુસાર ભારત અને બ્રાઝીલમાં સોશ્યલ મીડિયામાં થઈ રહેલી ગતિવિધિ ઉપર રશિયાની ગુપ્તચર એજન્સીઓ નજર રાખીને બેઠી છે. અગાઉ રશિયાની આ એજન્સીઓ અમેરિકાની ચૂંટણીમાં પણ માથુ મારી ચૂકી હોવાનું કહેવાય છે. ત્યારે હવે ભારત જેવા લોકતંત્રને પણ સામ્યવાદી રશિયા અસર કરશે તેવી દહેશત છે. ચૂંટણીઓમાં રશિયાનો હસ્તક્ષેપ રોકવા માટે ભારત સહિતના દેશોએ નિયમો ઘડવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ તેવું પણ નિષ્ણાંતોએ કહ્યું છે.

ઓકસ્ફર્ડના સોશ્યલ મીડિયા નિષ્ણાંતો વતી પ્રોફેશર ફીલીપ હાવર્ડે કહ્યું હતું કે, અમેરિકાની જેમ બધા દેશોમાં સોશ્યલ મીડિયા પ્રોફેશન નથી. આવી સ્થિતિમાં રશિયાનો તેનો ફાયદો ઉઠાવી ભારત અને બ્રાઝીલ જેવા દેશોને પ્રભાવિત કરી શકે છે. જેથી ભારત સહિતના દેશોએ સોશ્યલ મીડિયા અને મીડિયા મામલે કડક નિયમો બનાવી તેનો તાત્કાલીક અમલ કરવો જોઈએ.

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં અમેરિકામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી થઈ હતી. જેમાં રશિયાની ગુપ્તચર એજન્સીઓએ અટકચાળા કર્યા હોવાનું કહેવાય છે. આ અંગે અમેરિકાની સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને વાલ્દમીર પુતીન વચ્ચેના સબંધો મામલે પણ આક્ષેપો થયા હતા. ત્યારે હવે ભારત જેવા સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીને રશિયા અસર કરશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.