આઈપીએલ-૨૦૧૯માં સતત પાંચમો મેચ હારતું આરસીબી: પ્લે ઓફમાં પહોંચવા માટેનો રસ્તો વધુ કઠીન

ઈન્ડિયન પ્રિમીયર લીગ-૨૦૧૯ની ૧૭મી મેચ બેંગ્લોરના ચીનાસ્વામી સ્ટેડિયમ ખાતે આરસીબી અને કેકેઆર વચ્ચે ૧૭મો મેચ રમાયો હતો જેમાં પ્રથમ બેટીંગ કરતા આરસીબીએ ૩ વિકેટ ગુમાવી ૨૦૫ રન નોંધાવ્યા હતા. જેમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ૪૯ બોલમાં ૮૪ રન નોંધાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. જયારે આઈપીએલની ૧૨મી સિઝનમાં સારું પ્રદર્શન ન કરતાં એબી ડીવીલયર્સે પણ આ મેચમાં તોફાની ઈનીંગ રમી હતી. જેમાં તેણે ૩૨ બોલ રમી ૬૩ રન નોંધાવ્યા હતા ત્યારે ૨૦૬ રનનો પીછો કરતી કલકતા નાઈટ રાઈડર્સની ટીમે ૧૯.૧ ઓવરમાં ૨૦૬ રન કરી ૫ વિકેટે મેચ જીત્યો હતો.

કેકેઆર તરફથી રમતાં આન્દ્રે રસેલે ૧૮ બોલમાં અણનમ ૪૮ રનની વિસ્ફોટક ઈનીંગ રમી હતી અને કેકેઆરને એકલા હાથે મેચ જીતાડયો હતો. એક સમયે કોલકતાને મેચ જીતવા ૧૮ બોલમાં ૫૩ રનની જ‚ર હતી ત્યારે લગભગ આરસીબી મેચ જીતી ગયું હોય તેવું પણ લાગતું હતું પરંતુ રસેલે ૭ છગ્ગા અને ૧ ચોગ્ગો મારી બેંગ્લોરના મોઢેથી જીતનો કોરીયો છીનવી લીધો હતો. કેકેઆર તરફથી ક્રિસ લીને ૪૩ રન અને નિતીશ રાણાએ ૩૭ રનનું યોગદાન આપ્યું હતું. બેંગ્લોર તરફથી પવન નેગી અને નવદિપ સેનીએ બે-બે વિકેટ ઝડપી હતી. જયારે યજવેન્દ્ર ચહલે એક વિકેટ પ્રાપ્ત કરી હતી.

આરસીબી દ્વારા પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરના અંતે ટીમે ૩ વિકેટ ગુમાવી ૨૦૫ રન કર્યા હતા ત્યારે એબી ડીવીલયર્સના ૩૨ બોલમાં ૬૩ રન થતાં ફરીથી તે ફોમમાં આવ્યો હતો અને આરસીબીને ૨૦૫ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો. કોહલી આઈપીએલમાં સવાર્ધિક રન સ્કોલર તરીકે એક આગવી સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેને પાર્થિવ પટેલ સાથે શાનદાર શરૂઆત આપતા પ્રથમ વિકેટ માટે ૬૪ રન ઉમેર્યા હતા ત્યારબાદ પાર્થિવ પટેલની વિકેટ પડતાની સાથે જ શો શરૂ થયો હતો અને બીજી વિકેટ માટે તેઓએ ૧૦૮ રન ઉમેર્યા હતા. ૯મી વખત ૧૦૦ રનની ભાગીદારી આ બંને ખેલાડીઓ વચ્ચે થઈ હતી ત્યારે ઈનીંગ્સના અંતમાં માર્કસ સ્ટોઈનીસે ૧૩ બોલમાં ૨૮ રન કરી ટીમને ૨૦૦ રનને પાર પહોંચાડી હતી ત્યારે કલકતા માટે સુનિલ નારાયણ, કુલદીપ યાદવ અને નિતીશ રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.