ઝેડ પ્લસ સિકયુરીટી વિસ્તાર પાસેથી વિસ્ફોટક સામગ્રી સાથેના થેલાએ ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા
ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાએ મોકડ્રીલ જાહેર કરતા સુરક્ષા જવાનોની સર્તકતા તપાસી
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની બરાબર સામે જ આવેલ શોપીંગ સેન્ટરની બાજુના પાર્કીંગમાં એક થેલામાં કંઈક શંકાસ્પદ વસ્તુ પડી છે જે અંગેની જાણ અજાણ્યા વ્યકિતએ જિલ્લા પોલીસ ક્ધટ્રોલને કરતા જિલ્લા ઈન્ચાર્જ પોલીસ વડા એએસપી જીતેન્દ્ર અગ્રવાલ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. એ.બી.જાડેજા તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ, સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ ઈન્સ. એચ.આર. ગોસ્વામી, પ્રભાસપાટણ પોલીસ ઈન્સ. એ.એમ. મકવાણા, બી.ડી.એસ. સ્કવોડ, કયુઆરટી સ્કવોડ વિગેરે તાબડતોબ સ્થળે પહોચ્યા હતા. અને સ્થળ ઉપરના માણસોને દૂર કરી બીડીએસ દ્વારા થેલાનું ચેકીંગ કરતા તેમાંથી કંઈ વાંધાજનક મળી આવેલ નહી.અને જેથી પોલીસ તંત્રે તેમજ આજુબાજુના લોકોએ હાશકારો અનુભવેલ જે અંગેની જાણ વડી કચેરીમાં કરાતા જાણવા મળેલ કે એસ.પી. તરફથી આ મોકડ્રીલ યોજવામાં આવેલ જેમાં સ્ટાફની ચપળતા, ઝડપી કામગીરી અને સજાગતાની ખરાઈ કરાય છે.
આમ સમગ્ર ઘટના મોકડ્રીલમાં જણાયેલ છે. સામનાથ મંદિર ઝેડ પ્લસ અને લોખંડ સુરક્ષા કવચ ધરાવતું હોઈ આ મોકડ્રીલ યોજાયેલ હતી.