શહેરની ત્રણેય કચેરીઓમાં દરરોજ અંદાજે સવા સો દાખલા ઇસ્યુ, સૌથી વધુ દક્ષિણ મામલતદાર કચેરીમાં ટ્રાફિક
આંગણવાડી – તેડાગરની ભરતી સંદર્ભે મામલતદાર કચેરીઓમાં રહેઠાણના પુરાવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. શહેરની ત્રણેય કચેરીઓમાં દરરોજ અંદાજે સવા સો દાખલા ઇસ્યુ થઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ દક્ષિણ મામલતદાર કચેરીમાં ટ્રાફિક જોવા મળી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા 10 હજારથી વધુ કર્મચારીઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 3000 હજાર આંગણવાડી કાર્યકર બહેનોની ભરતી કરાશે. તથા 7000થી વધુ આંગણવાડી તેડાગરની ભરતી થશે. તેમાં આજથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
30 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જાહેરાત કરી છે. 10 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી કરાશે.
આંગણવાડીમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના માટે નિગમ દ્વારા ઘઉં, ચણા, ખાધતેલ તથા આયોડીન યુક્ત રીફાઇન્ડ મીઠાનું વિતરણની કામગીરી કરવામાં આવે છે. યોજનાનો હેતુ છે કે બાળકોનું આરોગ્ય સુધારવું, ગામની માતાઓને આરોગ્ય અને પોષણ અંગેના વિષયનું શિક્ષણ આપવું, બાળ મૃત્યુ, માતાના મૃત્યુના દર ઘટાડવો, 5 વર્ષના તમામ બાળકોને સંપુર્ણ રસીઓ અપાવવા, કુપોષનું પ્રમાણ ઘટાડવું.
આ ભરતીની જાહેરાતને પગલે શહેરની ત્રણેય મામલતદાર કચેરીઓમાં ભારે ધસારો રહે છે. ભરતીમાં અરજી કરતી વખતે મામલતદાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ રહેઠાણનો દાખલો ફરજીયાત હોય દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આ દાખલો કઢાવવામાં આવે છે. જેમાં દક્ષિણ મામલતદાર કચેરીમાં દરરોજ 60, પૂર્વમાં દરરોજ 30, પશ્ચિમમાં દરરોજ 30 અને તાલુકામાં દરરોજ 15 દાખલા કાઢવામાં આવી રહ્યા છે.
રહેઠાણનો દાખલો કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ
રાશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લિવિંગ સર્ટી, પાસપોર્ટ ફોટો, કોર્પોરેટરનો રહેઠાણનો દાખલો, સોગંદનામુ, મેરેજ સર્ટી અને લાઈટબીલ