બરવાળા કોર્ટે સેસન્સ કોર્ટમાં મોકલેલ દારૂના કેસમાં લીધે આ આદેશ અપાયો
દારૂનો નવો કાયદો અમલમાં મુક્યા બાદ નીચલી કોર્ટે નજીવા દારૂ સો પકડાનારને પણ જામીન પર મુક્ત કરવાના બંધ કરી દીધા છે. ઉપરાંત આવા તમામ કેસો સેશન્સ કોર્ટમાં કમિટ કરવા તજવીજ હા ધરી છે અને કેટલાક કેસો તો સેશન્સ કોર્ટમાં કમિટ કરવા મોકલી આપ્યા છે. ત્યારે ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ જજ ડો.એ.સી.જોષીએ નીચલી કોર્ટને જ્યાં સુધી કોઇ નવો આદેશ ન આવે ત્યાં સુધી પ્રોહિબિશનના કેસો કમિટ ન કરવા આદેશ જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બરવાળા કોર્ટે એક દારૂનો કેસ સેશન્સ કોર્ટમાં મોકલી આપ્યો હતો જેના અનુસંધાને કોર્ટે આવો આદેશ જારી કરવો પડ્યો છે.
ોડા સમય પહેલાં બરવાળા કોર્ટ તરફી દારૂનો એક કેસ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કમિટ કરી મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં નવા કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેી ગ્રામ્ય કોર્ટે પ્રોહિબિશન એક્ટની જનરલ ચર્ચા કરી હતી અને ત્યારબાદ કમિટ કરેલ કેસ પરત મોકલી આપવામાં આવ્યો હતો. આ સો કોર્ટે એવું પણ સુચન કર્યું છે કે, અમદાવાદ જિલ્લાની તમામ જ્યુડી.મેજી.ફસ્ટક્લાસ અદાલતોએ નવા સુધારેલા પ્રોહિબિશન એક્ટની જોગવાઇઓમાં એવી કોઇ પણ જોગવાઇ ની કે મેજિસ્ટ્રેટ કોર્ટને આવો પ્રોહિબિશનનો કેસ ચલાવતા અટકાવે કે જેમાં કમિટલની કાર્યવાહી વિવાદનો મુદ્દો હોય. તેી જ્યાં સુધી આ અંગે બીજો હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી આવા કેસો સેશન્સ કોર્ટમાં કમિટ કરવા નહીં. નીચલી કોર્ટે જ ચલાવવા. નોંધનીય છે કે, દારૂના કેસ હવે નવો કાયદો આવ્યા બાદ નીચલી કોર્ટ ચલાવતી ની અને સેશન્સ કોર્ટમાં કમિટ કરતા ત્યાંના કેસોનું ભારણ વધે છે જેની સીધી અસર ગંભીર પ્રકારના કેસો પર પડે છે ત્યારે પ્રિન્સિપાલ જજનો આ આદેશ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
પ્રિન્સિપાલ જજે આપેલા આદેશમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ભારતીય દંડ સહીતા(આઇપીસી)ની કલમ ૩૨૬ હોય એટલે કેતેમાં ૧૦ વર્ષ સુધીની સજા ઇ શકે. તે કેસ નીચલી કોર્ટ ચલાવે છે અને તે પ્રમાણે પ્રોહિબિશનના કેસ ચલાવવા અને પોતાની સત્તા કરતા વિશેષ સજાનું લાગે તો સીઆરપીસીની કલમ મુજબ તે કેસ નામદાર ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટને મોકલી આપવો.