અમરેલીમાં અને સમગ્ર ભારત અને ગુજરાતના ગ્રામીણ પોસ્ટલ કર્મચારીઓ દ્વારા ઓલ ઇન્ડીયા ગ્રામીણ ડાર્ક સેવક યુનિયન તથા વિવિધ યુનિયનો દ્વારા કમલેશચંદ્રા કમીટીના રીપોર્ટને લા કરવાની માંગણી તેમજ સાતમાં પગાર પંચની અમલવારીની માંગણી સાથે રાજુલામાં અને અમરેલીમાં પોસ્ટ ઓફીસની સામે તા. રર મે થી અચોકકસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવતા સમગ્ર રાજુલા તાલુકાના અને અમરેલી જીલ્લાના ગ્રામ્ય ટપાલ સેવકો સંપૂર્ણ હડતાલમાં જોડાઇ જવાથી સમગ્ર ભારતમાંથી ગ્રામ્ય લેવલે આવતી ટપાલ લો ભરવો થઇ જવા પામેલ છે.
કેન્દ્ર સરકારના આ ગ્રામીણ પોસ્ટલ સેવાકો જે વર્ષથી ગ્રામ્ય લેવલે સમગ્ર દેશ-દેશાવરમાંથી આવતી ટપાલો, મનીઓર્ડર જેવી અનેક સેવાઓ કર્તા કર્મચારીઓની સાતમા પગાર પંચની માંગણીઓ જે ખુબ જ જુની છે. તે ન સ્વીકારવામાં આવતા આવા નાના કર્મચારીની માંગણીઓનો સ્વીકાર કરાવવા માટે હડતાલ પર ઉતર્યા છે અને તેઓની યોગ્ય માંગણી સરકાર જયાં સુધી નહી સ્વીકારે ત્યાં સુધી અચોકકસ મુદત સુધી આ હડતાલ શરુ રાખવા સૌ કર્મચારીઓ જોડાયેલાછે.
ધારાસભ્યો અને સંસદ સભ્યો પોતે દલાતરવાડીના જેમ પોતાના પગાર અને ભથ્થાઓ વધારે દયે છે જયારે આવા ગ્રામ્ય વિસ્તારમાં કાર્ય કરતા આવા કર્મચારીઓ સાથે ઓરમાયુ વર્તનથી સૌમાં રોષની લાગણી જન્મેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com