રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પી.એસ.આઈ તથા લોકરક્ષક ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યનાં પોલોસ મહાનિર્દેશક  આશિષ ભાટીયા  દ્વારા ભરતીમાં ઉમેદવારો લાભ લઇ શકે એ માટે કાર્યશીલ છે. તે અનુસંધાને રાજકોટ રેન્જના આઈ.જી સંદીપ સિંહ દ્વારા લાયક ઉમેદવારોને તક મળે એ માટે આયોજન કરવા સૂચના આપવામાં આવેલ છે.

જેમાં રાજકોટ  જીલ્લાનાં ઉમેદવારો વધુમાં વધુ પસંદગી પામે એ માટે શારીરિક કસોટી પાસ કરવા પ્રેકટીસ કરી શકે  તે માટે  યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુ થી પોલીસ અધિક્ષક બલરામ મીણા , મદદનીશ પોલીસ અધિક્ષક  સાગર બાગમાર અને  નાયબ પોલોસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાના  માર્ગદર્શન હેઠળ જણાવેલા સ્થળો પર ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવનાર છે. જેથી ફોર્મ ભરેલ ઉમેદવારો સુવિધાનો લાભ લેવા માગતા હોય તેમણે નીચે જણાવેલ સરનામાં પર પોલીસ કર્મચારી પાસે નોંધણી  કરાવાની છે.

તાલીમ કેમ્પ તા.૨૨-૧૧-૨૦૨૧ થી દરરોજ સવારે ૭.૦૦ થી ૯.૦૦ કલાક ધોરાજી ભગવતસિંહજી હાઈસ્કૂલ ,પોલીસ કર્મચારી  રવજીભાઈ  ૯૮૨૫૫૪૮૪૨૨, સંજયભાઈ  ૯૭૨૩૪૪૦૭૮૯,

ઉપલેટા  મ્યુનિસિપલ આર્ટસ & કોમર્સ કોલેજ,  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષવાળું મેદાન, પોલીસ  મહેશભાઈ  ૯૧૫૭૫૫૬૫૭૫ , દેવરાજભાઈ  ૯૭૨૪૧૧૭૭૪૩

જસદણ ખાતે હડમતિયા ગામનાં પાટીયા પાસે  મેદાન, પોલીસ કર્મચારી  વીરજીભાઈ ૯૬૬૪૫૫૦૪૫૬,

ગોંડલ ખાતે સંગ્રામસિંહજી હાઈસ્કૂલમા,  પોલીસ કર્મચારી  રાજનભાઈ  ૮૪૬૦૩૮૩૧૦૬,

જેતપુર  ખાતે પોલીસ ગ્રાઉન્ડમા, પોલીસ કર્મચારી  અંકેશભાઈ – ૯૯૨૪૨૬૩૬૨૩

ઉપર આપવામાં આવેલ નંબર પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.