Table of Contents

મવડી હેડ કવાર્ટર ખાતે સુંદર બનેલા ગ્રાઉન્ડની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના કોચ હિતેશ ગૌસ્વામી અને રણજીત ટ્રોફી પ્લેયર સાગર જોગીયાણીએ પ્રશંસા કરી: ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઇ મહેતા, બીસીસીઆઇના વીડિયો એનાલિસીસ હરેશભાઇ વોરા અને પોલીસ અધિકારીઓના હસ્તે દિપ પ્રગટય કરી ટૂર્નાનામેન્ટ શરૂ કરાઇ

રૂરલ પોલીસ દ્વારા મવડી હેડ કવાર્ટર ખાતે ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા.૧ થી તા.૧૦ મે દરમિયાન રમાનાર ટૂર્નામેન્ટ માટે મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ટૂંકા સમયમાં તૈયાર કરવામાં આવેલા ગ્રાઉન્ડ નિહાળી ઉપસ્થિત તમામે પ્રશંસા કરી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના કોચ હિતેશ ગૌસ્વામી, બીસીસીઆઇના વિડીયો એનાલીસીસ હરેશભાઇ વોરા, રણજી ટ્રોફી પ્લેયર સાગર જોગીયાણી, ‘અબતક’ના મેનેજીંગ ડીરેકટર સતિભાઇ મહેતા, એસટીએસસી સેલના ડીવાયએસપી એસ.એસ.મહેતા સહિતના મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ટૂર્નામેન્ટના પ્રારંભ બાદ જિલ્લા પોલીસ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. લગધર નિવૃત થતા તેમની વિદાય સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રથમ મેચ ‘અબતક’ અને મવડી પોલીસ હેડ કવાર્ટરના સ્ટાફ વચ્ચે રમાયો હતો. બીજો મેચ બાર એસોસિએશન અને જિલ્લા પોલીસ વડાની ટીમ વચ્ચે રમાયો હતો. જેમાં એસપી અંતરિપ સૂદે મેદાનમાં બધી તરફ ચોકા ફટકારી રનની સટાસટી બોલાવી દીધી હતી. ત્રીજી મેચ મિડીયા અને પોલીસ અધિકારીઓ વચ્ચે રમવામાં આવી હતી. મેચ ‘અબતક’ અને પોલીસ હેડ કવાર્ટર વચ્ચેની મેચ ડીવાય.એસ.પી. એસ.એસ. મહેતાના હસ્તે ટોસ ઉછાડવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ અને બાર એસોસિએશન વચ્ચેની મેચનો ટોસ ‘અબતક’ના મેનેજીંગ ડીરેકટર સતિષભાઇ મહેતાના હસ્તે ઉછાડવામાં આવ્યો હતો. મેચ બાદ મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ટૂર્નામેન્ટ અંગે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે ‘અબતક’ને આપેલા ખાસ ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે, દસ દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટનું સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ જેટલી ટીમ ભાગ લઇ રહી છે. જેમાં પ્રતિભાશાળી ટીમ ચેમ્પીયન બનશે. ટૂર્નામેન્ટથી પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો વધુ સારી રીતે વિકસશે. સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનું ‘અબતક’ ચેનલમાં લાઇવ પસારણ કરવામાં આવશે ટૂર્નામેન્ટને સફળ બનાવવા પોલીસ સ્ટાફ, વહીવટી સ્ટાફ, સ્પોન્સરો અને પત્રકારોનો સારો સહયોગ મળ્યો હોવાનું કહ્યું હતું.

ટૂર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના લેવલ થ્રી કોચ હિતેશ ગૌસ્વામીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ‚રલ પોલીસના આયોજનની અને ગ્રાઉન્ડની પ્રશંસા કરી હતી. ભારતમાં ક્રિકેટ વધુ રમવામાં આવે છે ક્રિકેટની રમતનો ચાહક વર્ગ વધુ છે. ત્યારે પોલીસ દ્વારા સુંદર આયોજન કરવા બદલ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

જ્યારે રણજીત ટ્રોફી પ્લેયર સાગર જોગીયાણીએ મવડી હેડ કવાર્ટર ખાતે ટૂંકા સમયમાં ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે પણ તમામ પ્રકારની વ્યવસ્થા જોઇ રાજકોટમાં એક સારા ગ્રાઉન્ડનો ઉમેરો થયો છે. તેમ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં ક્રિકેટ એકેડમી શ‚ કરવામાં આવશે તો તેનો રાજકોટવાસીઓને બહોળો લાભ મળશે તેમજ યુવાનોમાં સ્પોટર્સમેન સ્પીરીટ આવશે તેમ કહ્યું હતું.

મવડી પોલીસ હેડ કવાર્ટરના પી.એસ.એસ. રાજેન્દ્રસિંહ જાડેજાએ ટૂર્નામેન્ટ માટે ગ્રાઉન્ડ તાત્કાલીક તૈયાર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ બાદ પણ ગ્રાઉન્ડની જાળવણી કરવાની પોતાની જ જવાબદારી રહેશે. ટૂંક સમયમાં ગ્રાઉન્ડમાં વધુ સારી વ્યવસ્થા કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પૈસા ખર્ચીને ક્રિકેટ રમી નથી શકતા ત્યારે મવડી હેડ કવાર્ટર ખાતે શ‚ થનાર ક્રિકેટ એકેડમીમાં તમામ વર્ગના બાળકો ભાગ લઇ શકશે તેવો જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા થયેલા પ્રયાસની પ્રસંશા કરી હતી.

મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ટૂર્નામેન્ટ પ્રારંભ સમયે એડમન ડીવાય.એસ.પી. પી.એસ. ગૌસ્વામી, ગોંડલ ડીવાય.એસ.પી. ચૌહાણ, એલસીબી પી.આઇ. ચૌધરી, ગોંડલ પી.આઇ. જે.એસ. પંડયા, ઉપલેટા પી.આઇ. વ્યાસ, શાપરના પી.એસ.આઇ. અરવિંદસિંહ જાડેજા, લોધિકાના એસ.એસ.રાણા, કોટડા સાંગાણીના પી.એસ.આઇ. વાળા, વિરપુરના પી.એસ.આઇ. વી.આર.વસાવા, વાયરલેસના પીએસઆઇ દેસાઇ, એમટી પી.આઇ. જોષી ઉપરાંત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂનામેન્ટના પ્રણેતા યોગીનભાઇ છનીયારા, ખંભાયતા પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફ્રેન્ડલી મેચ દરમિયાન અંપાયર તરીકે રાજેન્દ્ર સેલારકા અને રાજેશ ગૌસ્વામી જ્યારે કોમેન્ટર શિરીષ ચુડાસમા, ભરત કુછડીયા અને મુકેશ બારોટે આગવી શૈલીમાં કોમેન્ટરી આપી હતી. ટૂર્નામેન્ટનું સમગ્ર આયોજન સફળ બનાવવા પોલીસ કોન્સ્ટેબલ અને કોમેન્ટર શિિરષ ચુડાસમા દ્વારા જહેમત ઉઠાવી હોવાથી જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા શિરિષ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.