ડાક સેવકો દ્વારા કલેકટર સમક્ષ ૧૭ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ  

મોરબી જિલ્લાના ગ્રામીણ ડાકકર્મચારીઓ ની અચોક્કસ મુદત ની હડતાલ ચાલી રહી છે તે દરમિયાન ડાક કર્મચારીઓએ આજે બાઈક રેલી કાઢી કલેક્ટરને આવેદન આપી ને પોતાના ૧૭ પડતર પ્રશ્નો ઉકેવાની માંગ કરી છે.
પડતર પ્રશ્ને ગ્રામીણ ડાક સેવકો ની દેશ વ્યાપી હડતાળમાં મોરબી જિલ્લાના ગ્રામીણ ડાક સેવકો પણ જોડાયા છે અને મોરબી જિલ્લાના ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદત ની હડતાલ ચલાવીને પોતાની પડતર માંગણીઓ બુલંદ બનાવી રહ્યા છે ત્યારે આજે મોરબી જિલ્લાના ડાક સેવકોએ શહેર ની મુખ્ય પોસ્ટઓફિસ કચેરી ખાતે થી બાઈક રેલી કાઢી ને વિરોધ પ્રદર્શન કર્યું હતુ આ બાઈક રેલી મુખ્ય માર્ગો પર ફરી સામાકાંઠે આવેલી કલેકટર કચેરી પહોંચીને ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોયમેન્ટ યુનિયનના નેજા હેઠળ કલેકટર ને આવેદન આપ્યું હતું.
આવેદન માં ડાક કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ નો અમલ લાગુ કરવા તથા સમાન વેતન, પેનશન પ્રથા લાગુ કરવા, મેડિકલ રજા આપવા તેમજ કાયમીનો દરજ્જો સહીત ૧૭પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી. ગ્રામીણ ડાક સેવકોની હડતાલ ના પગલે ગ્રામીણ ડાક સેવા ખોરવાઈ ગઈ છે ત્યારે ગ્રામીણ ડાક કર્મચારીઓએ સરકાર નું નાક દબાવતા સરકાર આ મુદ્દે નમતું જોખે છે કે કેમ તે જોવાનું રહ્યું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.