જિલ્લાના ૨૪૦ ગ્રામીણ ડાક સેવકો દ્વારા સાતમા પગાર પંચની માંગ

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવકો દ્વારા સાતમા પગાર પંચની માંગ સાથે હડતાલ શરૂ કરવામાં આવી છે જેમાં આજે મુખ્ય પોસ્ટ ઓફીસ સામે ધરણાં કરવામાં આવ્યા હતા.

West Bengal Gramin Dak Sevak Recruitment 2018પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના ગ્રામીણ ડાક સેવકો દ્વારા આજથી અચોક્કસ મુદતની દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા અને મુખ્ય પોસ્ટ ઓફીસ સામે સૂત્રોચ્ચાર કરી ધરણા યોજવામાં આવ્યા હતા.

વધુમાં મોરબી જિલ્લામાં ૨૪૦ જેટલા ગ્રામીણ ડાક સેવકો ફરજ બજાવે છે અને સાતમા પગારપંચ મુજબ વેતન ચૂકવવા સરકાર સહમત ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા નીર્ધાર વ્યક્ત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.