મહાપાલિકામાં હવે પછીની અઢી વર્ષની મેયરપદની ટર્મ મહિલા નગરસેવિકા માટે અનામત હોય પોતાને શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન હાંસલ થશે તેવી આશા અને અપેક્ષા સાથે આજે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં હોંશે હોશે પધારેલા વોર્ડ નં.૯ના મહિલા કોર્પોરેટર રૂપાબેન શીલુને જયારે એવું જાણવા મળ્યું કે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા મેયર તરીકે બીનાબેન આચાર્યની નિમણુક કરવામાં આવી છે. ત્યારે તેઓ પોતાની લાગણીને રોકી શકયા ન હતા અને સંકલન બેઠકમાં જ રડવા માંડયા હતા.
અપેક્ષિત અને કાબેલ હોવા છતાં પોતાને હોદો ન મળ્યો હોવા અંગે તેઓએ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીને ફરિયાદ કરી હતી. એક તબકકે તેઓ સંકલનની બેઠક છોડી સ્ટેન્ડિંગના કોન્ફરન્સ હોલમાંથી બહાર નિકળી ગયા હતા. જોકે તેઓને કમલેશ મિરાણી અને કશ્યપ શુકલ સમજાવી ફરી રૂમમાં લઈ ગયા હતા.