આવતા અઠવાડિયામાં રાજ્ય સરકાર નવી વોટર પોલીસી લઇ આવશે
સૌરાષ્ટ્રના વિકાસને રૂધતી સૌથી મોટી સમસ્યા પાણીની છે. પાણીની અછત અને યોગ્ય આયોજનના અભાવે સૌરાષ્ટ્ર વર્ષોથી જળ કટોકટીનો ભોગ બનતું રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રાણ પ્રશ્ર્નના ઉકેલ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે સરકાર નવી વોટર પોલીસીને મંજૂરી આપશે. જેમાં સૌરાષ્ટ્ર માટે કલ્પવૃક્ષ સમાન કલ્પસર યોજનાને સાકાર કરવાનો તખતો પણ ગોઠવાઈ જશે. વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટ હાલ ૧૮ વિભાગો સાથે સંકલનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત વોટર પોલીસી ૨૦૧૮નો ડ્રાફટ નર્મદા, જળ સંશાધન તેમજ વોટર સપ્લાય વિભાગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ પોલીસી હેઠળ પાણીના ઉપયોગ અને વિતરણ મામલેના નિર્ણયોને તુરંત અમલી બનાવવામાં આવશે. આ ઉપરાંત વોટર મેનેજમેન્ટ પણ નવી પોલીસીના માધ્યમી ઝડપી થઈ શકશે.
કલ્પસર યોજના સૌરાષ્ટ્રની કાયાપલ્ટ કરવા સક્ષમ છે. રાજયના ખંભાતના અખાતના બન્ને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી મોટા જળાશય બનાવી તેના થકી વીજ ઉત્પાદન, જળ વિદ્યુત, સિંચાઈ, ઔદ્યોગીક તથા પીવાના પાણીની વ્યવસ સૌરાષ્ટ્ર માટે થઈ શકે છે. આ ડેમમાંથી મળવા પાણી ઉપર એક માત્ર રાજયનો જ હકક રહેશે. પરિણામે અન્ય કોઈ સાથે પાણી વહેંચવું પડશે નહીં. વર્ષોથી આ યોજના માળીયે ચડાવી દેવાઈ છે. જો કે રૂપાણી સરકાર આ યોજનાની અમલવારી માટે કટીબધ્ધ જણાય રહી છે અને યોજનાને સાકાર કરવા સર્વે પણ કરાવ્યો છે.
યોજના સાકાર થવાથી ભાવનગરી સુરત વચ્ચેના અંતરમાં ૨૦૦ કિ.મી.નો ઘટાડો થશે પરિણામે ઈંધણ બચશે. બંધના માળે ૧૦ માર્ગીય રસ્તાઓ અને રેલવે માર્ગનું નિર્માણ થઈ શકશે. સિંચાઈના પાણી માટે પવન તેમજ સૂર્ય ઉર્જાનો ઉપયોગ થશે. મીઠા પાણીમાં માછલા ઉદ્યોગને વેગ મળશે. નર્મદા, ઢાંઢર, મહિ, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં ઠલવાતા ૧૦ હજાર મીલીયન ઘન મીટર પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ નહેર દ્વારા સૌરાષ્ટ્રમાં સિંચાઈ ઉદ્યોગ અને પીવાના પાણી માટે થઈ શકે તેમ છે.
ખેતીવાડી ક્ષેત્રે મનરેગાની અસરકારક કામગીરીને લઇ ‘વિજય’ની નીતિ આયોગ કમિટીમાં નિમણૂંક કરતા મોદી
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગના ગવર્નીંગ કાઉન્સીલની ચોથી બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ખેતીવાડી ક્ષેત્રે મનરેગાની અસરકારક કામગીરીને લઈ વિજયભાઈ રૂપાણીની નીતિ આયોગમાં નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. આ કમીટીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચેરમેન રહેશે.
જયારે અન્ય છ સભ્યોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એમ.ચંદ્રાબાબુ નાયડુ તથા સીકીમના મુખ્યમંત્રી પવનકુમાર ચાંમલીંગ પણ રહેશે. સુજલામ સુફલામ હેઠળ ગુજરાત સરકારે મનરેગામાં અસરકારક કામગીરી કરી છે. જેની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે.