- ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ડીસીપી સજ્જનસિંહ પરમારની આગેવાની હેઠળ કચ્છના લાકડીયા ખાતે નશીલા પદાર્થોનો નાશ કરાયો
રાજકોટ શહેરના અલગ અલગ 20 એનડીપીએસના ગુનામાં કબ્જે લેવાયેલ રૂ. 34.54 લાખના માદક પદાર્થનો કચ્છ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ડીસીપી સજ્જનસિંહ પરમારની અધ્યક્ષતામાં માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર પોલીસની ડ્રગ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, એસીપી ક્રાઇમ ભરત બસીયા, એસઓજી પી.આઇ. સંજયસિંહ જાડેજાની તેમજ સરકારી પંચોની હાજરીમાં શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એનડીપીએસના કુલ 20 ગુનાઓમાં કુલ રૂ. 34,54,492 ની કિંમતનો ગાંજો, મેફેડ્રોન,ચરસ, હેરોઇન, બ્રાઉન સુગર, એમફેટામીન જેવા માદક પદાર્થનો નાસ કરવા માટે સરકાર માન્ય સૌરાષ્ટ્ર એનવીરો કંપની, લાકડિયા, કચ્છ ખાતે નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
એનડીપીએસના ગુનામાં કબ્જે લેવાયેલો રૂ.34.54 લાખના માદક પદાર્થનો નાશ
Narcotics worth Rs. 34.54 lakh seized in NDPS crime destroyed