એલ.સી.બી. એ પ૦૦ અને ૧૦૦૦ નોટ સાથે ભાવનગરના બે શખ્સને ઝડપી લીધા
ભારત સરકાર દ્વારા રૂ.૫૦૦ અને ૧૦૦૦ ની નોટોને ચલણમાંથી રદ કરવામાં આવી છે ત્યારે લાઠી નજીક આવેલા ચાવંડ ચેકપોસ્ટ પર રૂ.૨૩.૨૫ લાખની રદ થયેલી ચલણી નોટો સાથે અમરેલી એલસીબી પોલીસે ભાવનગર જીલ્લાના બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર તરફથી મોટરસાયકલ નંબર જીજે ૪ એકે ૧૨૩૫ પર બેસીને અનિરુઘ્ધસિંહ મુન્નાભાઇ ખુમાનસિંહ ગોહીલ, ઘોઘા અને રાજુ મોહન સોલંકી, શિહોર પાસેથી રદ કરવામાં આવેલી ભારતીય ચલણની રૂ.૧૫ લાખની ૧૦૦૦ ની દરની ૧૫૦૦ નોટો, તેમજ રૂ ૮ લાખ રપ હજારની કિમત રૂ.૫૦૦ ના દરની ૧૬૫૦ નોટ મળી આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમના કબજામાંથી રૂ.૨૩.૨૫ લાખ ની ચલણી નોટો તેમજ મોટર સાયકલ અને બે મોબાઇલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.