ભારતીય રીઝર્વ બેન્કે ગત શુક્રવારના રોજ પ્રસિઘ્ધ કરેલા આંકડાઓને ટાંકીને મોદી સરકાર દેશનું અર્થતંત્ર નબળુ પાડી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સામે ‚પિયો અત્યંત નબળો પડીને ૬૯ની ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી જતા અને ઈમ્પોર્ટ (આયાત) બીલમાં ધરખમ વધારો થતા તા.૨૯મી જુનના રોજ પુરા થયેલા સપ્તાહમાં ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં જંગી ઘટાડો નોંધાયો છે. કેમ કે, ભારત તેની કુલ જ‚રીયાતના ૮૩ ટકા જેટલી ક્રુડની આયાત કરે છે અને ક્રુડના ભાવ સતત વધતા જાય છે.

ઠુંમરે વધુમાં જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેન્કે પ્રસિઘ્ધ કરેલા આંકડાઓ અનુસાર ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં તા.૨૯મી જુનના રોજ પુરા થયેલા સપ્તાહમાં ૧.૭૫ અરબ ડોલરનો જંગી ઘટાડો નોંધાયો છે. ઠુંમરે વધુમાં જણાવ્યું કે, તા.૨૯મી જુનના રોજ પુરા થયેલા સપ્તાહના અંતે ભારતીય વિદેશી મુદ્રા ભંડાર ૪૦૬.૦૫ અરબ ડોલર રહેવા પામેલ છે. જે તા.૨૨ જુનના રોજ પુરા થયેલા સપ્તાહના અંતે ભારતીય વિદેશી મુદ્રા ભંડાર ૪૦૭.૮૧ અરબ ડોલર હતો.

ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં એફસીએ, સુવર્ણ ભંડાર, વિશેષ નિકાસી અધિકારી (એસડીઆર) અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં ભારતીય રીઝર્વ બેન્કનો આરક્ષિત કોષ સામેલ છે.

ભારતીય રીઝર્વ બેન્કના આંકડા અનુસાર દેશનું સુવર્ણ ભંડાર ૩.૮ કરોડ ડોલર વધીને ૨૧.૩૬ અરબ ડોલર થયું છે. જયારે એસડીઆરનું મુલ્ય ઘટીને ૧.૪૮ અરબ ડોલર રહેવા પામ્યું છે અને આઈએમએફમાં ભારતીય આરક્ષિત કોષ ૮૭ અરબ ડોલર ઘટીને ૨.૪૮ અરબ ડોલર રહેવા પામેલ છે તેમ જણાવી ઠુંમરે ૧૦ ક્રમમાંથી દેશ બહાર ફેંકાઈ ગયો છે અને બરબાદી તરફ આગળ વધી રહ્યાનું જણાવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.