રૂપિયો ટનાટન…!!!
આગામી દિવસોમાં પિયો ૬૮ સુધી પહોંચશે, સાથો-સાથ ક્રુડના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
છેલ્લા સાત દિવસથી રૂપિયા ડોલરની સામે ખૂબજ મજબૂત રહ્યો છે તે ૭૦.૬૯ બંધ રહ્યો હતો. કહી શકાય કે જાણે રૂપિયો ટનાટન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો આગામી દિવસોમાં પણ રૂપિયો ૬૮ સુધી પહોંચે તો નવાઈ ન કહેવાઈ પરંતુ જો આ સ્થિતિનું નિર્માણ થશે તો નિકાશકારોને થોડી નુકસાની જશે. હાલ વૈશ્વિક સ્તર ઉપર ક્રુડના ભાવો સતત ઘટી રહ્યાં છે. જેના આધારે રૂપિયાની સ્થિતિ ખૂબજ સુધરી છે અને ડોલર સામે મજૂબત બન્યો છે.
ગત ગુરૂવારે રૂપિયો ૭૧.૧૨ માર્કેટમાં ચાલુ થયો હતો. ડોલરની સામે જે ૭૦ પૈસા વધી ૭૦.૬૮એ પહોંચ્યો હતો. પરંતુ સેશનનાં છેલ્લા સમયે રૂપીયો ૭૦.૬૯ની સપાટીએ પહોંચ્યો હતો. વિશેષજ્ઞોનું માનવું છે કે, ક્રુડના ભાવોમાં ઘટાડો થવાના કારણે રૂપિયો મજબૂત બન્યો છે.
ક્રુડના ભાવની વાત કરીએ તો ડોલર ૬૩ બેરલથી નીચે ક્રુડ અત્યારે વેંચાઈ રહ્યું છે. જેનું એકમાત્ર કારણ એ પણ છે કે, એશિયન માર્કેટ ખૂબજ વીક નીવડી છે તથા રોકાણકારોને વૈશ્ર્વિક ગ્રોથ મળવો જોઈએ તે પણ નથી મળી રહ્યો. સાથો-સાથ યુ.એસ.ના વ્યાજદરમાં વધારો થવાથી અને ટ્રેડ ટેન્સન વધવાથી આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
ડોલરની હાલત ખરાબ થતાં વૈશ્વિક રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેનું એકમાત્ર કારણ ધીમો વૈશ્વિક વિકાસ પણ છે. જયારે ભારતીય રૂપિયા ઉપર ખૂબજ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ક્રુડ ઓઈલનાં ભાવોની સરખામણી હેઠળ ઈદે-એ-મીલાદથી લઈ ગુરૂનાનક જયંતી સુધી ફોરેકસ માર્કેટ બંધ રહેશે પરંતુ અંતે તો રૂપિયાની સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળી રહ્યો છે જે આગામી દિવસોમાં પણ જોવા મળશે.