વિદેશી નાણાકીય સંસ્થાઓએ 26000 કરોડનું રોકાણ કર્યુ: સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ 84000 કરોડ રૂપીયા ભારતીય શેરબજારમાં ઠાલવ્યા
પ્રાયમરી માર્કેટમાં પણ 100 થી વધુ આઈ.પી.ઓ. આવ્યા: 70 ટકાથી વધુ કંપનીઓના લીસ્ટીંગ ખુબજ ઉંચા પ્રિમિયમથી થયા
વર્ષ-2023ના કેલેન્ડર વર્ષમાં ભારતીય શેર બજારમાં સ્થાનિક અને વિદેશી સંસ્થાઓ દ્વારા એક લાખ દસ હજાર કરોડથી પણ વધુ નાણા બજારમાં ઠલવવામાં આવ્યા છે.જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વિદેશી નાણાકીય સંસ્થાઓએ બજારમાં વેચવાલી કરી હતી પરંતુ માર્ચ થી લઈને જુલાઈ સુધી ફકત રોકાણ જ કર્યુ છે સ્થાનીક નાણાકીય સંસ્થાઓ દ્વારા જાન્યુઆરી થી એપ્રીલ સુધીમાં અને જુનમાં પણ રોકાણ ક2વામાં આવ્યુ છે. જ્યારે મે અને જુલાઈમાં સ્થાનીક નાણાકીય સંસ્થાઓએ શેરોમાં વેચવાલી કરી છે.
આમ નેટ એક લાખ દસ હજાર કરોડનું રોકાણ સ્થાનીક અને વિદેશી નાણાકીય સંસ્થાઓ ઘ્વારા ભારતીય શેરબજારમાં કરવામાં આવ્યુ છે.
પ્રાયમરી માર્કેટમાં પણ આશરે 100 થી વધુ આઈ.પી.ઓ. કેલેન્ડ2 વર્ષ 2023 માં આવ્યા છે એસ.એમ.ઈ.માં 90 થી વધુ આઈ.પી.ઓ. બજારમાં મુડી એકઠી કરવા આવ્યા છે જેમાથી આશરે 70% કંપનીઓના ભાવોમાં પ્રીમીયમ ચાલી રહયા છે. મેઈન બોર્ડમાં પણ પંદર જેટલા આઈ.પી.ઓ. આવ્યા છે. જેમાંથી પણ આશરે 70% કંપનીઓના ભાવોમાં પ્રીમીયમ ચાલી રહ્યા છે. એસ.એમ.ઈ. આઈ.પી.ઓ. દ્વારા આશરે 2300 થી વધુ કરોડની 2કમ બજારમાંથી ઉઘરાવવામાં આવી છે. જયારે 2018ના વર્ષ દરમ્યાન 141 કંપનીઓ દ્વારા પુર્ણ વર્ષ દરમ્યાન 2300 કરોડ આશરે પબ્લીકમાંથી ઉઘરાવવામાં આવ્યા છે. જો કે 2023 ના વર્ષમાં હજુ પાંચ મહીના બાકી છે. એટલે 2023ના કેલેન્ડર વર્ષમાં આશરે 5000 કરોડ ફકત એસ.એમ.ઈ. આઈ.પી.ઓ. ઘ્વારા જ ઉઘરાવવામાં આવવાની શક્યતાઓ પુરેપુરી છે. જો કે એસ.એમ.ઈ. આઈ.પી.ઓ.માં રોકાણ કરતા પહેલા પુરેપુરો અભ્યાસ કરીને જ રોકાણકારે રોકાણ કરવુ જોઈએ કેમ કે ઘણી વખત નાણા ફસાઈ જવાની શકયતા એસ.એમ.ઈ. આઈ.પી.ઓ.માં વધારે રહે છે.
ઓગષ્ટ મહીનાની શરૂઆતમાં જ ઘણી મોટી રકમના મેઈન બોર્ડના આઈ.પી.ઓ. આવી રહ્યા છે. એક અંદાજ મુજબ પચ્ચાસ હજાર કરોડના આઈ.પી.ઓ. પાઈપ લાઈનમાં છે. સેબીની મંજુરી મેળવી ચુકયા છે અથવા તો મંજુરીની રાહમાં છે.
2023ના કેલેન્ડર વર્ષમાં એસ.એમ.ઈ. તેમજ મેઈન બોર્ડના આઈ.પી.ઓ.નો તો દબદબો રહેશે. ઉપરાંત ઘણી બધી કંપનીઓ ઓ.એફ.એસ. અને બાયબેક લાવી રહી છે. જેને લીધે રોકાણ કારોને મોટો ફાયદો થઈ રહયો છે. બાયબેકના ભાવો કંપનીના બજારમાં ચાલી રહેલા શેરના ભાવથી ઘણા ઉંચા ભાવ હોય છે. જેથી રોકાણકારોને ખુબજ મોટો ફાયદો થાય છે. ઉપરાંત બાયબેકમાં શેરો આપવાથી ઈન્કમટેક્ષની પણ જવાબદારી રહેતી નથી એટલે કે આવક વેરામાં પણ ઘણી મોટી રાહત બાયબેકમાં શેરો આપવાથી થાય છે.શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર શેરબજારમાં ખાસ કરીને પ્રાયમરી માર્કેટમાં 2023ના એન્ડ સુધીમાં જોરદાર તેજી જોવા મળશે.રોકાણકારોને સેક્ધડરી માર્કેટમાં પણ ઉચું વળતર મળશે તેમાં કોઈ શંકા નથી.