ત્રણ દિવસ બાદ ખુલેલા શેરબજારમાં ઉઘડતી બજારે જ મંદીનો માહોલ: નિફટીમાં પણ ૫૭ પોઈન્ટનો ઘટાડો
અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો ૨૭ પૈસા તૂટી ૭૧ની પાર ઈ ગયો હતો જેની અસર શેરબજાર પર જોવા મળી છે. શનિ-રવિ રજા અને સોમવારે ઈદની જાહેર રજા બાદ આજે ત્રણ દિવસ બાદ ખુલેલા ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાઈ હતી. સેન્સેકસમાં ૨૧૭ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો તો નિફટી પણ ૫૭ પોઈન્ટ પટકાઈ હતી. મોટાભાગના સેકટરલ ઈન્ડેક્ષ રેડ ઝોનમાં જોવા મળતા બજારમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
અમેરિકી ડોલર સામે છેલ્લા ઘણા સમયી ભારતીય રૂપિયામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો ૨૭ પૈસા તૂટી ૭૧ની પાર ઈ ગયો હતો. જેની અસર શેરબજાર પર જોવા મળી હતી. મંગળવાર બજાર માટે જાણે અમંગળ સાબીત ઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ડોલર સામે રૂપિયો તૂટતા આગામી દિવસોમાં પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધે તેવી દહેશત સહિતની અસરોને કારણે બજારમાં મંદીની મોકાણ સર્જાવા પામી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉંધામો પટકાયા હતા. મોટાભાગના સેકટરલ ઈન્ડેક્ષમાં પણ મંદી જોવા મળી હતી. ગઈકાલે રીલાયન્સની એજીએમમાં કરવામાં આવેલી જાહેરાતના પગલે આજે રીલાયન્સના શેરના ભાવમાં ૯ ટકા સુધીનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. જો કે આ ઉછાળો બજારને મંદીની બહાર કાઢવામાં નિ:સહાય સાબીત ઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦ કલાકે સેન્સેકસ ૨૧૭ પોઈન્ટના ઘટાડા સો ૩૭૩૬૯ અને નિફટી ૫૭ પોઈન્ટના ઘટાડા સો ૧૧૦૬૬ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૭ પૈસાની નબળાઈ સો ૭૧.૦૭ પર ટ્રેડ કરતો નજરે પડે છે.