ડોલરની તુલનાએ રૂપિયો 71ની નજીક પહોંચી ગયો છે. ગુરૂવારે રૂપિયો 70.82 પ્રતિ ડોલરના સૌથી નીચલા સ્તરને સ્પર્શી ગયો હતો. તો બુધવારે રૂપિયો 70.65 સુધી ગગડ્યો હતો. જો કે ક્લોઝિંગ 49 પૈસાના ઘટાડા સાથે 70.59 પર થયું હતું. કેટલાંક એક્સપર્ટના મતે ઇમ્પોટર્સ અને રિફાઈનરી દ્વારા ડોલરની માંગ વધી છે. આ કારણે જ રૂપિયામાં નરમાશ જોવા મળી રહી છે. ડોલર અન્ય દેશોની કરન્સીની તુલનાએ પણ મજબૂત બન્યો છે.
આ વર્ષે રૂપિયામાં 10%નો કડાકો આવ્યો છે. બીજી તરફ એશિયાઈ કરન્સીની તુલનાએ તેનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. જાન્યુઆરીથી રૂપિયો સતત ગગડી રહ્યો છે. 18 વર્ષમાં ઘટાડાનો આ સૌથી લાંબો સમય છે.
Indian #Rupee now at 70.82 versus the US dollar. pic.twitter.com/dxsplu6MB4
— ANI (@ANI) August 30, 2018