આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વૈશ્ર્વિક રોકાણકારોને આકર્ષવા તખ્તો તૈયાર
દુબઇમાં 1લી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા એક્સપોની મુખ્યમંત્રી વિજય રૂપાણી ડેલિગેશન સાથે મુલાકાત લે તેવી શક્યતા
ગુજરાત કી હવા મેં વ્યાપાર હે…. ગરવું ગુજરાત ઈઝ ઓફ ડુઇંગ બિઝનેશ તેમજ વૈશ્વિક રોકાણકારો માટે એક મહત્વનું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. ત્યારે આગામી જાન્યુઆરી માસમાં મહત્વની અને મોટી ઇવેન્ટ એટલે કે વાયબ્રન્ટ ગુજરાત સમીટ યોજાવા જઈ રહી છે. જેમાં વધુને વધુ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે રૂપાણી સરકારે તખ્તો તૈયાર કરી લીધો છે. અને આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દુબઈમાં વાયબ્રન્ટ ખેતી કરશે. દુબઈમાં 1લી ઓક્ટોબરથી યોજાઈ રહેલા દુબઈ એક્સપોની મુલાકાત લે તેવી તીવ્ર સંભાવના છે.
કોરોનાની વૈશ્વિક મહામારી શરૂ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દુબઈ મુલાકાત તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મુલાકાત હશે. આગામી વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટનું રાજ્ય સરકારનું માર્કેટિંગ શરૂ કરવા માટે સીએમ રૂપાણી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં દુબઇની મુલાકાત લે તેવી શકયતા છે. આ સાથે ડેલીગેશનમાં તેમની સાથે લગભગ ચારથી પાંચ વરિષ્ઠ અધિકારીઓ અને એક કે બે મંત્રીઓ જોડાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં ક્યારથી અને શા માટે નંખાયા હતા વાયબ્રન્ટ સમિટના પાયા?
અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની દુબઈ યાત્રા માટે વ્યવસ્થા તેમજ તૈયારીઓ શરૂ કરી દેવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. દુબઈ એક્સ્પો કે જે આંતરરાષ્ટ્રીય સ્તરની એક મોટી ઇવેન્ટમાની એક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો તેમાં ભાગ લે છે. નેશનલ, મલ્ટીનેશનલ કંપનીઓ માટેનું એક વિશાળ પ્લેટફોર્મ છે. આમ, અહીં વાયબ્રન્ટ ગુજરાત સમીટનું પ્રમોશન એક મહત્વની બાબત સાબિત થશે. અધિકારીઓના મતાનુસાર, દુબઇ એક્સપોમાંથી રાજ્યને સારી વેલ્યુ એડિશન ઇનપુટ મળી શકે છે.
લગભગ ચારથી પાંચ વરિષ્ઠ અધિકારીઓ અને એક કે બે મંત્રીઓ મુખ્યમંત્રી સાથે જોડાય તેવી શક્યતા છે. દુબઈ એક્સ્પોમાંથી પણ રાજ્યને સારી વેલ્યુ એડિશન ઇનપુટ મળી શકે છે.લગભગ ચારથી પાંચ વરિષ્ઠ અધિકારીઓ અને એક કે બે મંત્રીઓ મુખ્યમંત્રી સાથે જોડાય તેવી શક્યતા છે. દુબઈ એક્સ્પોમાંથી પણ રાજ્યને સારી વેલ્યુ એડિશન ઇનપુટ મળી શકે છે. છેલ્લા ત્રણ સપ્તાહથી મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને અન્ય લાઇન વિભાગો જેમ કે ઉદ્યોગો અને ખાણ વિભાગ, પ્રવાસન, બંદરો અને પરિવહન વિભાગ આગામી વર્ષે વાયબ્રન્ટ સમિટને પ્રોત્સાહન આપવા દુબઇ મુલાકાત માટે વિગતવાર આયોજન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં સીએમ પદ સંભાળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2018માં ઈઝરાયેલ અને 2019માં ઉઝબેકિસ્તાન અને રશિયામાં સત્તાવાર રાજ્ય પ્રતિનિધિમંડળો સાથે પ્રવાસ કર્યો હતો. અને હવે આગામી વર્ષની શરૂઆતમાં દુબઈની મુલાકાત લે તેવી તીવ્ર શકયતા છે.