સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેનું બિરૂદ ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક વખત પોતાને મળેલુ બિરૂદ સાર્થક કરી બતાવ્યું છે. કોરોના મહામારી દરમિયાન માતા-પિતા બન્ને ગુમાવનાર અનાથ બાળકો માટે વિલક્ષણ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાથી માસુમ બાળકો અને જે બાળકો અભ્યાસ કરી રહ્યાં હોય તે તમામને રાજ્ય સરકાર તરફથી પ્રતિમાસ રોકડ સહાય આપવામાં આવશે.
કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકને દર માસે રૂા.4,000ની સહાય
અભ્યાસ કરતા બાળકને 21 વર્ષનો થાય ત્યાં સુધી દર માસે રૂા.6,000ની સહાય
આ યોજના મુજબ કોરોના મહામારી દરમિયાન માતા અને પિતા બન્ને ગુમાવી દેનાર અનાથ 0 થી 18 વર્ષની વય સુધીના બાળકને રૂા.4,000ની રોકડ સહાય રાજ્ય તરફથી આપવામાં આવશે. તદ્ઉપરાંત અભ્યાસ ચાલુ હશે તેવા બાળકોને 21 વર્ષની વય સુધી પહોંચે ત્યાં સુધી ખાસ આફટર કેર યોજના દર મહિને રૂા.6,000ની રોકડ સહાય આપવામાં આવશે. આ અંગે તાત્કાલીક લાભ અને સહાય મેળવવા તથા વધુ માહિતી માટે જિલ્લાની બાળ સુરક્ષા એકમ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. આ કચેરીના સંપર્કની વિગતો ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જે બાળકોની દેખરેખ કે સંભાળ રાખનાર કોઈ ન હોય તેવા બાળકોને રાજ્યના માન્ય બાળ સંભાળ ગૃહોમાં પ્રવેશ આપી શકાશે.