૪૭૫થી વધુ ત્વરિત નિર્ણયો લીધા
૭મી, ઓગસ્ટના રવિવારે વિજય મુહુર્તમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના શાસનને આજે-સોમવારે, રક્ષાબંધનના દિવસે એક વર્ષ પૂરું થયું છે. નિર્ણાયક મુખ્યમંત્રી તરીકે લોકચાહના જીતનાર વિજય રૂપાણીએ તેમના એક વર્ષના શાસનમાં અગાઉ ક્યારેય ના લેવાયા હોય તેટલી ઝડપથી લગભગ ૪૭૫ જેટલા નિર્ણયો કર્યા છે. તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અનુભવોનો પણ યથાર્થ લાભ લઈને સરકારના શાસનને સફળતાપૂર્વક ફાસ્ટ ટ્રેક પર મૂક્યું છે.
ડિસેમ્બર-૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે નિરાંતે નિર્ણય લેવાનો કે શાસન ચલાવવાનો સમય જ ન હતો. તેમના ભાગે તો શાસનની ૨૦-૨૦ રમવા જેવી સ્થિતિ આવી હતી. જેમાં તેઓ સાંગોપાંગ સફળ રહ્યા હોય છે. હવે, તેમના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી લડાવાની છે ત્યારે તેમને માથે સત્તાધારી ભાજપને ફરી એકવાર વિજયના પંથે દોરી જવાની જવાબદારી પણ આવી પડી છે. ગુજરાત ભાજપના મહામંત્રી અને પ્રવકતા જેવા વિવિધ પદો ઉપર સાલશ અને વાચાળ વ્યક્તિત્વવાળા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થયા બાદ પણ બદલાયા નથી. તેમની સાથે આખા બોલા નીતિન પટેલની બેલડી ખરેખર જામી પડી છે. નરેન્દ્ર મોદીના કડાકાઈપૂર્વકના શાસનને જોનારા શરુઆતમાં એમ માનતા હતા કે, વર્તમાન ભાજપ સરકારનું મંત્રીમંડળ છે. આ સરકાર સફળ નહીં થાય પણ, હવે, એક વર્ષ બાદ પ્રખર શાસકની અદાથી તેમણે શાસન કર્યુ હોવાની છાપ સહેજે ઉપસી છે.મેડિકલ કોલેજની સ્થાપના, સુચિત સોસાયટીના ભોગવટાને કાયદેસર કરવા વગેરે લોકઉપયોગી નિર્ણયો દ્વારા સંવેદનશીલ સરકારનું સુત્ર સાર્થક
મુખ્યમંત્રી રૂપાણીના વિશેષ નિર્ણયોમાં (૧)રાજ્યમાં ડોકટરોની અછત પૂરી થાય તે માટે નવા ડોક્ટર તૈયાર કરવા નવી ૭ મેડિકલ કોલેજોની સ્થાપના કરાઈ(૨)વધુને વધુ સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ માટે નવી આરોગ્ય નીતિને અમલમાં મૂકી(૩)ખાનગી શાળાઓના બેફામ ફી વધારા ઉપર હિંમતભેર લગામ લગાવી(૪)સચિત સોસાયટીઓના ભોગવટાને કાયદેસરતા બક્ષી(૫)ગુજરાતમાં ગૌવંશ હત્યાને રોકવા માટે કાયદામાં કડકમાં કડક જોગવાઈઓ કરી(૬)હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવાની હિંમત બતાવી(૭)દારુબંધીના ચુસ્ત અમલ માટે સખતાઈથી પગલાં ભર્યા(૮)૭૨,૦૦૦થી વધુ યુવાનોને સરકારી નોકરી આપી(૯)૧૦,૦૦,૦૦૦થી વધુ યુવાનોને ખાનગી સંસ્થાઓ-કંપનીઓમાં નોકરીનો દાવો(૧૦)- શ્રમિકોને૧૦માં ભોજન આપવા અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી સહિતના લોકઉપયોગી નિર્ણયોએ સંવેદનશીલ સરકારનું સુત્ર સાર્થક કર્યુ છે