કર્ણાટકમાં બીજેપી સત્તાની નજીક પહોંચી ગઈ છે. તેમજ હાલ ગુજરાત સહિત દેશભરમાં બીજેપીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપની આ સફળતાને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં વાઘાણી અને રૂપાણી સિવાય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી આર.સી.ફળદુ અને પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરી પીએમ મોદીની પ્રશંસા કરી હતી. રૂપાણીએ કહ્યું કે,” કોંગ્રેસના હાથમાંથી તમામ મોટા રાજ્યો એક બાદ એક જતા જાય છે, જનતા કોંગ્રેસને જાકારો આપી રહી છે. કર્ણાટકની જનતાએ ભાજપને જે મેન્ડેટ આપ્યું છે એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી ખૂબ લોકપ્રિય થઈ આગળ વધી રહ્યા છે.”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હવે કોંગ્રેસ પાસે ત્રણ જ રાજ્ય એવા પંજાબ, મિઝોરમ અને પુડ્ડુચેરી બચ્યા છે. દેશની જનતા વિકાસને વરેલી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ વિકાસ થશે એ સાબિત થતી જાય છે. કોંગ્રેસ ભાગલા પાડી રાજકારણ કરી રહી છે. વિકાસ મોદી જ કરી શકે એ વાત જનતા સ્વીકારી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com