મોસાળે જમણ ર્માં પીરસનાર અને લાડવાની રમઝટ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ખોબલા મોઢે મત આપનારી ગુજરાતની જનતાને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વળતર આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ટાટા જૂથનું પણ ‘હર ઘર કાર અભિયાન’ને સમર્થન, નેનો ખરીદનારને 90 ટકા સુધીની તોતીંગ રાહત: સ્કુટર કે બાઈક ખરીદનારને પણ ચાર દિવસ સુધી 75 ટકાની સબસિડી અપાશે 

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ખોબલે મોઢે મત આપી ઐતિહાસીક જીત અપાવનારી ગુજરાતની જનતાને રાજયનાં મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યાદગાર ભેટ આપી છે રાજયમાં આજથી એક સપ્તાહ સુધી મોટર કાર ખરીદનાર કુલ કિંમતમાં 50 ટકાની તોતીંગ રાહત આપવામાં આવશે. કાર ખરિદનાર વ્યકિતએ શો-રૂમ સંચાલકને મુળ કિંમતના માત્ર 50 ટકા રકમ ચેક કે રોકડેથી ચૂકવવાના રહેશે. બાકીની 50 ટકાની રકમ રાજય સરકાર દ્વારા ચૂકવી દેવામા આવશે. ‘હર ઘર કાર અભિયાન’માં ટાટા જૂથ પણ ઉત્સાહભેર જોડાયું છે. ટાટાની નેનો કાર ખરિદનારને 90 ટકા સુધીની રાહત આપવામાં આવશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી પદે વિજયભાઈ રૂપાણી સત્તારૂઢ થયા ત્યારથી એક પછીએક પ્રજાલક્ષી નિર્ણય લઈ રહ્યા છે. સિંગાપોરની માફક ગુજરાતનો એક એક નાગરિક પોતાના પરિવારજનો સાથે મોટરકારમાં ફરતો નજરે પડે તેવા ઉમદા આશ્રય સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતાને રૂપાણી સરકારે યાદગાર ભેટ આપવાનું નકકી કર્યું છે. આજથી ચાર દિવસ અર્થાત રવિવાર સુધી રાજયના કોઈપણ શહેરમાંથી કોઈપણ કંપનીની અને કોઈપણ કિમંતની મોટરકાર ખરિદનારને મૂળકિંમતના 50 ટકા ફલેટ રાહત આપવામાં આવશે. એટલેકે કોઈ કારની કિંમત ઉદાહરણ તરીકે ઓનરોડ કિંમત 5 લાખ થાય છે તો કાર ખરીદનાર વ્યકિતએ શો-રૂમના માલીકને માત્ર રૂ.2.50 લાખ જ ચૂકવવાના રહેશે સાથે કાર ખરિદનાર વ્યકિતનું આધાર કાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર આપવાના રહેશે. કારના શો રૂમના સંચાલકને એક સપ્તાહમાં રાજય સરકાર દ્વારા તફાવતના 50 ટકાની રકમ ચૂકવી દેવામાં આવશે. રાજય સરકારની નહર ઘર કાર અભિયાનપ માત્ર ચાર દિવસ જ ચાલશે. સોમવારથી આ યોજના બંધ થઈ જશે આ યોજના માટે 100 કરોડ રૂપીયાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આટલું જ નહીં જો કોઈ પરિવાર કાર ખરિદવા માટે સક્ષમ નહી હોયતો અને તેમને સ્કુટર કે બાઈકની ખરીદી કરવી હશે તો તેને 75 ટકા સુધી રાહત આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં જયારે ભાજપે નરેન્દ્રભા મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા ત્યારે તેઓએ ચૂંટણી સભાઓ દરમિયાન એવી ઘોષણા કરી હતી કે, વિદેશની બેંકોમાં રહેલું ભારતનું કાળુ નાણુ પાછુ લાવવામાં આવશે અને આ બ્લેકમનીની જે રકમ આવશે તેમાંથી દેશના દરેક નાગરિકના બેંકખાતામાં 15 લાખ રૂપીયા જમા કરાવવામા આવશે. મોદીનું વચન હવે રૂપાણી પાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રૂપાણીએ ગુજરાતવાસીઓને પાણી…પાણી..કરી દીધા છે. હવે ખરા અર્થમાં મોસાળે જમણ ર્માં પીરસનાર અને લાડવાની રમઝટ બોલી રહી હોય તેવું લાગી રહ્યું છે.

એક જ પરિવારના ચાર વ્યકિતઓને બાઈક પર ખીચ્ચોખીચ બેસીને જતા જોઈ વર્ષો પહેલા રતન ટાટાએ એવો નિર્ધાર કર્યો હતો કે, દેશની જનતા પરવડી શકે તેવો સસ્તી કાર ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવશે અને ટાટાએ નેનોકારનું સર્જન કર્યું હતુ.

હવે જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નહર ઘર કાર અભિયાનપ શરૂ કર્યું છે. તેમા ટાટા ગ્રુપ પણ જોડાયું છે. ટાટાની નેનો કાર ખરિદનારને 90 ટકા સુધીની રાહત આપવામાં આવશે.

ગુજરાતમા કાર ખરીદનાર વ્યકિતને 50 ટકા અને બાઈક-કે સ્કુટર ખ્રીદનાર વ્યકિતને 75 ટકા સુધીની રાહત માત્રને માત્ર ચાર દિવસ સુધી જ આપવામા આવશે. આગામી રવિવાર સુધી આયોજના ચાલુ રહેશે. દરમિયાન આ યોજના માટે ફાળવવામાં આવેલા 100 કરોડ રૂપીયાનું ફંડ જો એકાદ બે દિવસમાં પૂર્ણ થઈ જશે તો રાજય સરકાર દવ્રા કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કર્યા વિના જ આ યોજના આટોપી લેશે શો-રૂમનાં સંચાલકોને પણ 50 ટકા રાહતની રકમ તત્કાળ મળી જાય તેવી વ્યવસ્થા કરાવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.