ખેડૂતોના કલ્યાણ તા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રોજગારી સર્જન માટે અમે કાર્યશીલ
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો જીતવાનો વિજય વિશ્ર્વાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યકત કર્યો છે. ગઈકાલે એક ઈન્ટરવ્યું દરમિયાન તેમણે કહ્યું છે કે, સામાન્ય ચૂંટણીઓ કરતા એસેમ્બલી ઈલેકશન અલગ હોય છે. વડાપ્રધાન મોદી દેશમાં ભારે લોકચાહના ધરાવે છે. લોકો તેમને વોટ આપશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે મોદીનો વારસો જાળવવો ચેલેન્જ સમાન છે. નરેન્દ્ર મોદીના ડેવલોપમેન્ટ પ્રોજેકટને અમે આગળ લઈ જઈ રહ્યાં છીએ. ખેડૂતોના કલ્યાણ અને ગ્રામ્ય તા શહેરી વિસ્તારોમાં રોજગારી સર્જન માટે અમે કાર્યશીલ છીએ. દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ તેમજ ી સશક્તિકરણ માટે ઘણી પ્રોત્સાહન યોજનાઓ ચલાવીએ છીએ.
તેમણે વિરોધ પક્ષ ઉપર વરસતા કહ્યું હતું કે, અમે સતત વિરોધ પક્ષને ગુજરાત મોડેલ અંગે ખુલ્લામાં ડિબેટ કરવા ચેલેન્જ કરી છે. તેમના શાસનમાં કઈ રીતે અને કેવો વિકાસ યો તેના આંકડા લઈ વિરોધ પક્ષે આગળ આવવું જોઈએ. ગુજરાત વિકાસ માટે દેશનું રોલ મોડલ રહ્યું છે.
તેમણે નરેન્દ્ર મોદી જેવા નેતાના રાજકીય વારસા બાબતે કહ્યું હતું કે, એ વાતમાં કોઈ શંકા ની કે, નરેન્દ્રભાઈ મોદી જેવા લોકમાન્ય નેતાનો વારસો આગળ ધપાવવો ચેલેન્જ છે. વડાપ્રધાન પદે પહોંચ્યા બાદ નરેન્દ્રભાઈ અમારા પદર્શક રહ્યાં છે. જે સમયે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તે સમયે કેન્દ્ર સરકારે ઘણા જુલ્મ કર્યા હતા. પરંતુ આજે કેન્દ્ર સો રાજય સરકાર ખૂબજ સારી રીતે કામ કરી રહી છે અને વિકાસના ફળ મળી રહ્યાં છે. યુપીએની બળજબરીના કારણે ગુજરાતના ૧૮ પ્રોજેકટ ફસાયેલા હતા. પરંતુ કેન્દ્રમાં ભાજપ આવતા જ માત્ર ત્રણ વર્ષમાં આ પ્રોજેકટને લીલીઝંડી મળી ગઈ છે.
તેમણે ૨૦૧૯ લોકસભા ચૂંટણી બાબતે કહ્યું હતું કે, સામાન્ય ચૂંટણીઓ કરતા એસેમ્બલી ઈલેકશન અલગ હોય છે. વડાપ્રધાન મોદી દેશના સૌી લોકપ્રિય નેતા રહ્યાં છે. લોકો તેમને વોટ આપશે. વિધાનસભાની ચૂંટણીમાં પણ અમે સૌી વધુ વોટશેર સો જીત્યા છીએ. ૨૦૧૪માં અમારી પાસે ૨૬ લોકસભા બેઠક હતી જે તમામને ૨૦૧૯માં જાળવી રખાશે.