• ક્ષત્રીય સમાજની કોર કમિટીના સભ્યો કાલે રાજકોટ આવશે: આગેવાનો સાથે બેઠક કરી હવે પછીની રણનીતી નકકી કરશે

 Loksabha Election 2024 : રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. બે વાર માફી માંગવા છતાં ક્ષત્રીય સમાજ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી પર અડગ છે. આવા માહોલ વચ્ચે દિલ્હી દરબાર માંથી રૂપાલાને આપની ટીકીટ સલામત છે તેવું અભય વચન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રીય સમાજનો રોષ વચ્ચે આજે સવારે પરષોતમ રૂપાલાએ રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારની બીજી ઇનીંગ શરુ કરી દીધી છે.

Rupala ticket safe? Parshotam Rupala visiting Ashapura temple and starting the second innings of the campaign
Rupala ticket safe? Parshotam Rupala visiting Ashapura temple and starting the second innings of the campaign

આજથી પરષોતમભાઇ રૂપાલાઅ ફરી જોર શોરથી ચુંટણી પ્રચાર શરુ કરી દીધો

આજે સવારે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે ગયા હતા. જયાં તેઓએ માતાજીને ચુંદડી ચઢાવી પ્રસાદ અર્પણ કરી પુજા-અર્ચનો કર્યા બાદ પ્રચારનો બીજો તબકકો શરુ કરી દીધો હતો.

આ ઘટના પરથી એક વાત ફલીત થાય છે કે બે દિવસ માટે દિલ્હીની મુલાકાતે ગયેલા પરષોતમભાઇ રૂપાલા જાણે અભય વચન લઇને આવ્યા હોય કે આપની ટિકીટ સલામત છે. પ્રચાર કરવા માંડો તેઓની બોડી લેંગ્વેજ પરથી પણ કંઇક આવું જ લાગતું હતું. બીજી તરફ ક્ષત્રીય સમાજે ગઇકાલે સાંજે એવી ઓચિંતી જાહેરાત કરી હતી કે રાજકોટમાં મહાસંમેલન મોકુફ રાખવામાં આવ્યું છે. હવે રૂપાલાજી ઉમેદવારી ફોર્મ ભરશે ત્યાર બાદ નવી રણનીતી ઘડવામાં આવશે. ક્ષત્રીય સમાજને પણ એવા સંકેતો મળી ગયા લાગે છે કે તેઓના ઉગ્ર વિરોધ છતાં ભાજપ દ્વારા પરષોતમભાઇ રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવશેનહીં.

આવતીકાલે ક્ષત્રીય સમાજની કોર કમીટીના કેટલાંક સભ્યો રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના આગેવાનો  સાથે કોર કમિટીના સભ્યો બેઠક કરી ભવિષ્યની રણનીતી તૈયાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.