કેબીનેટ મંત્રીઓને આવકારતા ડાયનેમિક ગૃપના પ્રમુખ
ભારત સરકારમાં પરશોતમભાઈ રૂપાલા તથા મનસુખભાઈ માંડવીયાએ કેબીનેટમાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાત રાજયનું અને વિશેષ પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યુ છે.ડો.જીવરાજ મહેતા રચિત નાના એવા અમરેલીને કેબીનેટમાં સ્થાન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો.જીવરાજ મહેતાને ખરા અર્થમાં શ્રઘ્ધાંજલી આપી હોવાનું ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીસીએ જણાવ્યું છે.
નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું વિસ્તરરણ કરતા આઝાદીના આટલા દાયકાઓ બાદ સૌરાષ્ટ્રના મુળ કાઠીયાવાડની મુળ ભૂમિ સાથે ખરા-અર્થમાં જોડાયેલ પાટીદાર સમાજના લેઉવા તથા કડવા પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓ પરશોતમભાઈ રૂપાલા તથા મનસુખભાઈ માંડવીયાને કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન પ્રાપ્ત થતાં નેતાઓએ ખરા-અર્થમાં પાણીદાર પાટીદાર નેતૃત્વ સાબિત કર્યું છે ત્યારે આ અતિ મહત્વના પદને ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ આવકારી છે.
આ તકે હરેશ બાવીશીએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના સબળ નેતૃત્વ તરીકે પંકાયેલા રૂપાલા તથા માંડવીયાને કેન્દ્રમાં કેબીનેટ કક્ષામાં સ્થાન પ્રાપ્ત કરીને માત્ર પાટીદાર સમાજનું જ નહી પરંતુ સમગ્ર કાઠીયાવાડ, ગોહીલવાડ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.