Abtak Media Google News
  • પરસોતમ રૂપાલાને ક્ષત્રીય આંદોલન નડી ગયું: દેવુસિંહ  ચૌહાણને સંગઠનમાં મહત્વપૂર્ણ સ્થાન મળે તેવી અટકળ
  • સતત ત્રીજી વખત ચુંટાયેલા પુનમબેન માડમને મંત્રી મંડળમાં ન સમાવવા પાછળનું કારણ રાજય સરકારમાં જામનગર – દ્વારકા જિલ્લાના ધારાસભ્યો મંત્રી છે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગત ટર્મમાં કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યો રહેલા ગુજરાતના બે સાંસદ પરષોતમભાઇ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણને મોદી 0.3 માંથી પડતા મૂકવામાં આવ્યા છે. પ્રથમ વખત સાંસદ બનેલા નિમુબેન બાંભણીયાને મંત્રી પદની લોટરી લાગી છે. મોદી સરકારમાં ગુજરાતનું કદ ઘટયું છે. પરંતુ વજન વઘ્યું ે. તેવું ચોકકસ કહી શકાય ગત ટર્મમાં ગુજરાતના સાત સાંસદો કેન્દ્રીય મંત્રી મંડળમાં હતા જે પૈકી ચાર કેબિનેટ મંત્રી અને ત્રણ રાજય કક્ષાના મંત્રી હતા.

આ વખતે છ સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે જે પૈકી પાંચ સાંસદોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે એક સાંસદને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આજે તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે.

મોદી સરકાર 0.2 માં ગુજરાતના સાંસદ અમિતભાઇ શાહ, એસજયશંકર, ડો. મનસુખ માંડવીયા, પુરૂષોતમ રૂપાલા, ડો. મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ અને દર્શનાબેન જશદોશને મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે ડો. મુંજપરા અને દર્શના જશદોશને ટિકીટ આપવામાં આવી ન હતી. અમિતભાઇ, એસ. જયશંકર  અને ડો. માંડવીયાને ફરી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જયારે રૂપાલા અને ચૌહાણને પડતા મૂકવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોતમભાઇ રૂપાલા રકોર્ડ બે્રક લીડ સાથે વિજેતા બન્યા છે. પરંતુ તેઓએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણીના કારણે ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તેઓની ટિકીટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ક્ષત્રીય સમાજના આંદોલનને રૂપાલાના મંત્રીપદનો ભોગ લીધો છે. દેવુ સિંહ ચૌહાણને પણ મંત્રી બનાવવામાં આવ્યા નથી. તેઓને સંગઠનમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.ગુજરાતમાંથી કોઇ એક મહિલા સાંસદને કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવવા તેવો નિર્ણય હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. આવામાં જામનગરના મહિલા સાંસદ પુનમબેન માડમ સૌથી વધુ સીનીયર હોય તેનું નામ સૌથી આગળ ચાલતું હતું. પરંતુ હાલ ગુજરાત સરકારના મંત્રી મંડળમાં જામનગર જિલ્લાના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ધારાસભ્ય મુળુભાઇ બેરા કેબીનેટ મંત્રી છે. જેના કારણે પુનમબેનના નામ પણ પૂર્ણ વિરામ મુકાયું ગયું. અને પ્રથમ વખત ચુંટાયેલા નિમુબેન બાંભણીયાને મંત્રી પદની લોટરી લાગી છે. કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનું કદ ઘટયું છે. પરંતુ વજન વઘ્યું છે. ગત ટર્મમાં ગુજરાતના સાત સાંસદો મંત્રી હતા. આ વખતે સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જે પૈકી પાંચ સાંસદોને કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તમામને મહત્વપૂર્ણ પોર્ટફોલીયો ફાળવવામાં આવશે.

અગાઉ એવી અટકયો ચાલતી હતી કે કેન્દ્રમાં પ્રથમ વાર નરેન્દ્રભાઇ મોદીએ ગઠબંધનના સહારે સરકાર ચલાવવાની મંજુરી હોય આવામાં ગઠબંધનનો ધર્મ નિભાવવા ગુજરાતે ભોગ આપવો પડશે. કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતની સંખ્યામાં એક સાંસદનો ઘટાડો થયો છે.

કદાવર મંત્રી મંડળ હોવાના કારણે હવે વિસ્તરણની શકયતાઓ ખુબ જ ઓછી દેખાય રહી છે. જો કે હજી મંત્રી મંડળમાં સાત સભ્યોનો સમાવેશ કરી શકાય તેમ હોય મંત્રી મંડળનું વિસ્તરણ થશે તો પણ ગુજરાતને વળુ તક મળવાની શકયતા તદ્દન નહિવત છે. આજે સાંજે મોદી સરકારની પ્રથમ કેબિનેટ મળશે જેમાં મંત્રીઓને મંત્રાલયની ફાળવણી કરી દેવાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.