સતત પાંચ વર્ષથી નિ:શુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરી રહ્યા હોય નવાજાયા
અબતક,રાજકોટ
તાજેતરમાં રાજકોટ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાઓ દિવસની રાજ્યકક્ષાના ઉજવણી કાર્યક્રમમાં છેલ્લા પાંચ વર્ષથી હજારો દીકરીઓને નિશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરનાર પ્રોજેક્ટ મુસ્કાનના ફાવુન્ડર મેંગોપીપલ પરીવારના રૂપલબેન મનીષભાઈ રાઠોડનું રાજયકક્ષાના મંત્રી બ્રિજેશકુમાર મેરજા ના હસ્તે સન્માન કરવામાં આવેલ. જિલ્લાપંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર તથા કલેકટર અરુણ મહેશ બાબુ એ પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા થતા સતકર્મની પ્રશંસા કરી હતી.
પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ, જામનગર અને વાંકાનેરની જરૂરીયાતમંદ બહેનો દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં જ સતકર્મના પાંચમા વર્ષમાં મંગલપ્રવેશથી દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડની સાથે સાથે નિ:શુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ આપાઇ રહ્યા છે. આ સેવાકીય સતકર્મની વધુ માહિતી માટે અને આપનું અમૂલ્ય યોગદાન આપવા માટે પ્રોજેક્ટ મુસ્કાનના ફાવુન્ડર મેંગોપીપલ પરીવારના રૂપલબેન મનીષભાઈ રાઠોડ (મો.9276007786 ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.