૨૦૦૦ કરોડનું રોકાણ કરી ભારતીય રેલવેને અત્યાધુનિક બનાવવા કામગીરી શરૂ થશે
ભારતીય રેલવેને આધુનિક બનાવવા માટે મંત્રાલય દ્વારા મોટાપાયે કામગીરી શરૂકરવામાં આવી છે. જેમાં પશ્ર્ચિમ બંગાળમાં ઈલેકટ્રીક રેલ કોચ બનાવવાની જાહેરાત થઈ છે. આ રેલ કોચ બનાવવા માટે મલ્ટીનેશનલ જાયન્ટ અલસ્ટોમ, સીમેનશેન્ડ સ્ટેડલર સહિતની કંપનીઓ દોડમાં છે. આ રેલ કોચ ફેકટરી બનાવવાનો મુખ્ય હેતુ ભારતીય રેલવેને એરક્રાફટ જેવા ઈન્ટીરીયરથી સજ્જ કરવાનો છે.
પીપીપી દ્વારા કંચનપરામાં ૨૦૦૦ કરોડના રોકાણથી ઈલેકટ્રીક રેલવે કોચ ફેકટરી તૈયાર થવાની છે તેવી સંભાવના વ્યકત કરવામાં આવે છે. આ ફેકટરી માટે દેશનું બીજું સૌથી મોટુ વિદેશી રોકાણ થશે. જેમજ મેઈક ઈન ઈન્ડિયા માટે પણ રેલવે ફેકટરીની શ‚આત ખૂબ મહત્વની ગણવામાં આવે છે. જયારે ૨૦૧૫માં રેલવેમાં એફબીઆઈને મંજૂરી મળી ત્યારે બે વિદેશી કંપનીઓએ ૩૩૦૦ કરોડનું રોકાણ કર્યું હતું.
આ રેલવે ફેકટરીમાં સરકારનો ભાગ ૨૬ ટકા રહેશે અને ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન અંદાજીત ૫ હજાર ઈલેકટ્રીક રેલ કોચ તૈયાર કરવાનું લક્ષ્યાંક મુકાયું છે. આ ટ્રેન સ્ટેઈનલેશ સ્ટીલથી બનશે જેમાં ઓટોમેટીક ડોર, સીસીટીવી કેમેરા અને એલઈડી સહિતના ઉપકરણો જોડવામાં આવશે. વધુમાં ફુલી એરકંડીશન કોચમાં મુસાફરો માટે અત્યંત આરામદાયક બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.