- આંતરરાષ્ટ્રીય મેરેથોનના અનુભવી રાહુલ શર્મા રવિવારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર આપશે ટેકનીક પ્રશિક્ષણ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં રનર એસો. દ્વારા આયોજીત નાઈટ હાફ મેરેથોન 2.0 માટે રાજકોટીયન્સો ને તૈયાર તાલીમ બધ્શ્રધ કરવા મેરેથોન પૂર્વે નિશુલ્ક બુટ કેમ્પ ટ્રેનીંગ સેશનમાં મેરરેથોન નિષ્ણાંત રાહુલ શર્મા દ્વારા 8 ડીસે. રવિવારે રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સવારે 6.30 થી 8 દોડવીરોને વિવિધ ટેકનીકનું પ્રશિક્ષણ આપશે.
રાજકોટ મેરેથોનમાં પણ દેશ અને દુનિયાઆખીમાંથી સ્પર્ધકો આવશે. રાજકોટ નાઇટ હાફ મેરેથોનમાં નોંધાયેલ રેકોર્ડસ દેશમાં યોજાતી તમામ નામાંકીત મેરેથોનમાં માન્ય ગણાશે. આ મેરેથોન રાજકોટના રેસકોર્સ ખાતેથી રાત્રે દસ કલાકે શરુ થઈ વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટાર્ટ પોઇન્ટ પર પૂર્ણ થશે.
આ ઇવેન્ટના મુખ્ય આયોજકો રાજકોટ રનર્સ એસોસીએશન, છે, જયારે રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલીકા સહ આયોજક તરીકે જોડાય આ ઇવેન્ટને પ્રોત્સાહિત કરી રહ્યા છે. જ્યારે આ નાઈટ હાફ મેરેથોનમાં ટાઇટલ સ્પોન્સર તરીકે રાજકોટની જાણીતી ઓમનિટેક એન્જીનિયરીંગ પ્રા. લી. અને પ્લેટીનમ સ્પોન્સર જી. એમ. એન્જીનિયરીંગ પ્રા. લી. જોડાયા છે. તેમજ પ્રોફેશનલ મેનેજમેન્ટ દેશના જાણીતા ડો. રાહુલ શર્મા સ્થાપિત સાઇરન્સ ફીટનેસ ફોર ઓલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મેરેથોનના હેલ્થ પાર્ટનર સીનર્જી હોસ્પિટલ છે, તેમજ આઇ.એમ.એ. રાજકોટ તથા ખોડલધામ ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત યુથ પાર્ટનર મારવાડી યુનિવર્સિટી, હાઇડ્રેશન પાર્ટનર દાવત બેવરેજીસ, ટેક પાર્ટનર સ્પિયર રેઇસ, રિકવરી પાર્ટનર રી:ફીટ, એસોસીએટ પાર્ટનર સનરાઇઝ કસ્ટમ એન્ડ ફ્રાઇટ, મોબીલીટી પાર્ટનર જય ગણેશ ટોયોટા, આઉટ ડોર પાર્ટનર મહાવીર આઉટડોર મિડિયા અને રેડિયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. જોડાયેલ છે.
આ વખતની નાઈટ હાફ મેરેથોનમાં રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસ દ્વારા ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગરુકતા લાવવા, ઓનલાઈન ફ્રોડથી બચવા, ટ્રાફીક નિયમોના પાલન અંગે, તેમજ વૃક્ષોનું જતન અને શહેરની સ્વચ્છતા જેવા સંદેશા અને વિષયવસ્તુઓને કેન્દ્રમાં રાખીને લોકજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રહેલો છે. તા. 28 ડિસેમ્બરના આયોજીત આ મેરેથોનમાં રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ અને વિદેશમાંથી 21 કિમી ની હાફ મેરેથોન અને 10 કિમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે. અત્રે એ ઉલેખનીય છે કે રાજકોટા મેરેથોનમાં ભાગ લેવા 20 રાજ્યો અને 183 શહેરોમાંથી સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે આ મેરેથોનની લોકપ્રિયતા અને તેનું સ્તર સુચવે છે. આ મેરેથોનમાં સ્પર્ધકોનુ રીયલ ટાઇમ મોનીટરીંગ અને સમયની નોંધ લઈ વિજેતા ઘોષિત કરવામાં આવશે. રજીસ્ટ્રેશનનો ચાર્જ 10 કીમીની ડ્રીમ રન માટે રુ. 1000 અને હાફ મેરેથોન માટે રુ. 1500 છે. વિજેતાઓને રુ. 13 લાખથી વધુના ઇનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ વર્ષે ખાસ કરીને રાજકોટની જનતાને પ્રોત્સાહિત કરવા માટે અલગ કેટેગરી બનાવવામાં આવી છે, જે અનુસાર રાજકોટના દોડવીરોને વિશેષ ઈનામો એનાયત કરવામાં આવશે.
મેરેથોનમાં ભાગ લેતા પહેલા ફિટનેસ માટે અને શરીરને આ ચેલેન્જ પરફોર્મ કરવા તૈયાર કરવા માટે એક એકસપર્ટ બુટ કેમ્પ પ્રી-મેરેથોન ટ્રેનીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોડવીરોને તેમની દોડવાની ટેકનિકને સુધારવામાં, તેમની સહનશક્તિ વધારવામાં અને ફિટનેસ લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરશે. આ બુટ કેમ્પમાં પ્રશિક્ષણ આપનાર એકસપર્ટ, રાહુલ શર્મા રાજકોટ રનર્સ એસોસીએશનના રેસ ડિરેકટર હોવા ઉપરાંત, દેશ અને દુનિયામાં યોજાતી નામાંકીત મેરેથોનમાં ભાગ લેવાનો અને મેરેથોન ઇવેન્ટના આયોજન કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે કેન્યાના ઇટન ખાતે વિશ્વના શ્રેષ્ઠ એથલેટ્સ અને દોડવીરો સાથે તાલીમ મેળવી છે. તેમને ઓષ્ટ્રેલીયા, ચીન, સિંગાપોર, દુબઈ, કેન્યા, ઝાંબીયા અને તાનઝાનીયા જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનો અનુભવ છે.
આ બુટ કેમ્પ ટ્રેનીંગ સેશનમાં સ્પર્ધકોને વ્યક્તિગત કોચિંગ ટીપ્સ ઉપરાંત ઇવેન્ટ પહેલા ફિટનેસ માટે કેવી તાલીમ યોજનાઓ બનાવી, શરીરમાં કોઇ ઈજા ન થાય અને તેને કેવી રીતે નિવારી શકાય તેમજ વ્યવસ્થાપનની તકનીકોની સમજ, મેરેથોન પહેલા ખોરાકમાં પોષણ અને હાઇડ્રેશન અંગેનું માર્ગદર્શન અને મેરેથોન માટે સહાયક અને પ્રેરક વાતાવરણ કેવી રીતે પુરુ પડાશે તેનું માર્ગદર્શન અને તાલીમ અપાશે. આ ઉપરાંત સ્પર્ધકોની મેરેથોન માટે ફિટનેસ લેવલ પણ ચેક થશે, જેથી સ્પર્ધકોને મેરેથોન પહેલા કેટલી અને કેવી તૈયારીઓ કરવી તેની જાણ થાય. આ બુટ કેમ્પમાં વાર્મ-અપ, વિવિધ ડ્રિલ અને કુલ ડાઉન ટેકનીકસ શીખવાશે. અંતમાં ઝેન મેડીનું ઝુંબા સેશન પણ આ બુટ કેમ્પ દરમ્યાન યોજાશે.
વધુમાં વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાય તેવી આયોજકોની અપીલ છે. રજીસ્ટ્રેશન માટે ૂૂૂ ફિષસજ્ઞિિીંક્ષક્ષયતિ.ભજ્ઞળ વેબસાઈટ તથા સંપર્ક નંબર 8768769797 ઉપર સવારે 10 થી સાંજે 06 સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 10 ડિસેમ્બર રહેશે. આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી રવિ ગણાત્રા, શૈલેષભાઈ ગોટી, સનતભાઈ માખેચા, પ્રોજેક્ટ ચેરમેન પુનિતભાઈ કોટક, રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્ટ જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ નથવાણી સહીતના તમામ હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.