ચુનારાવાડ અને મયુરનગર રોડ પરથી રૂ.૧.૧૯ લાખનો મુદામાલ કબ્જે: બે બુટલેગર ફરાર

શહેરમાં વધી રહેલી વિદેશી દારૂની હેરાફેરીને ડામમાં પોલીસે કમર કસી છે.દરરોજ બાતમીના આધારે મોટા જથ્થા સાથે બુટલેગરોને પકડી પાડવામાં સફળ રહી છે. ત્યારે શહેરના ચુનારાવાડ અને મયુરનગર મેઈનરોડ પરથી પોલીસે રૂ.૧.૧૮ લાખના મુદામાલ સાથે બે બુટલેગરોને ઝડપી લીધા હતા. જયારે દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા બે શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુનારાવાડમાં વિદેશી દારૂ  વેચાણ અર્થે ઉતાર્યો હોવાની બાતમીનાં આધારે થોરાળા પોલીસના કોન્સ્ટેબલ મશરીભાઈ ભેટારીયા સહિતનાએ દરોડો પાડયો હતો. હિતેશ મંગાભાઈ જાદવને રૂ ૬૯૦૦ની કિંમતની વિદેશી દારૂની ૩૩ બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે દરોડા દરમિયાન અરવિંદ વીસણીયા અને રાજેશ ઉર્ફે ભોપલો નાશી ગયા હતા પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં મયુરનગર મેઈન રોડ પર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીનાં આધારે થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ રોહિતભાઈ કછોટ સહિતના સ્ટાફે દરોડો પાડી બાઈકની ડેકીમાંથી રૂ.૨૫૦૦ની વિદેશી દારૂની પાંચ બોટલ અને બાઈક સહિત ૪૨૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે સદગુરૂ સોસાયટીમાં રહેતો સંજય મોહનભાઈ સરવૈયા નામનો શખ્સ નાસી ગયો હતો. બંને બનાવ અંગે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઝેડ.એ. ખફીફ ફરિયાદના આધારે તપાસ ચલાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.