- આંખોના ઈશારાથી ચલાવો કોમ્પ્યુટર
માઈક્રોસોફ્ટે Windows 10 માટે નવું આઈ ટ્રેકિંગ ફીચર આપવામાં આવ્યું છે. આ ખાસ કરીને તેવા લોકો માટે છે, જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં સક્ષમ નથી. આ ફીચર હાલમાં તેના બીટા વર્ઝનમાં છે અને તેને જલ્દી જ અપડેટ દ્વારા બધા વિન્ડોઝ ૧૦ કોમ્પ્યુટર્સ માટે જારી કરી શકે છે.
ઇનસાઇડર પ્રિવ્યુ બિલ્ડમાં આપવામાં આવેલ ટ્રેકિંગ ફીચર ઘણી જ કામની સાબિત હોઈ શકે છે. જોકે, તેના માટે Tobii Eye Tracker 4C યુઝ કરવાનું રહેશે. ત્યાર બાદ યુઝર્સ પોતાની આંખોનાં ઈશારથી કોમ્પ્યુટર ચલાવી શકો છો.
- આંખોના ઈશારાથી ચલાવો કોમ્પ્યુટર
ખરેખર આ ટૂલ દ્વારા આંખોથીઓન સ્ક્રીન માઉસ અને કીબોર્ડ ચલાવી શકાય છે.
કંપનીની આધિકારિક બ્લોગપોસ્ટ મુજબ આ ફીચર ટોબી આઈ ટ્રેકર 4C સાથે કામ કરશે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા Windows 10 કોમ્પ્યુટરથી આ ફીચરને સ્ટાર્ટ કરવાની રહેશે. શરુ થતા જ સ્ક્રીન પર લોન્ચપેડ દેખાશે, જેમાં માઉસ, કીબોર્ડ અને ટેક્સ્ટ ટૂ સ્પીચ ફીચર્સ હશે.
- આંખોના ઈશારાથી ચલાવો કોમ્પ્યુટર
કંપની મુજબ કોમ્યુટર સાથે ઇન્ટરએક્ટ કરવા માટે માત્ર યુઝરને તેની તરફ જોવાનું રહેશે. જ્યાં સુધી બટન એક્ટીવેટ ન થઇ જાય, વિઝ્યુઅલ એક્ટીવેશન બાદ આંખોનાં ઈશારાઓથી કોમ્યુટર ચલાવી શકાશે.
- આંખોના ઈશારાથી ચલાવો કોમ્પ્યુટર
ઉદાહરણ તરીકે માઉસ (કર્સર) ને સ્ક્રીનની ઉપર લઇ જવા માટે યુઝરે ઉપર જોવાનું રહેશે, એવા જ આંખો દ્વારા કીબોર્ડથી વર્ડ્સનું સિલેક્શન કરીને ટાઈપ પણ કરી શકાય છે. જોકે, આ ટૂલ અત્યારે આ ટૂલ બીટા વર્ઝનમાં છે. તેથી જ સૂર્યપ્રકાશમાં સમસ્યાઓ આવી શકે છે.
આવનાર સમયમાં આ ફીચરની સીમા વધારી શકાય છે. હાલમાં લિમિટેડ કંપનીઓ છે, જે તેની સાથે કામ કરનાર આઈ ટ્રેકિંગ ડિવાઈસ વેચે છે.