તમામ તકોને ઝડપી લેવી તે જ સફળતા: કોહલી
ભારતીય ક્રિકેટ ટીમનાં સુકાની વિરાટ કોહલી તેનાં જન્મદિવસ અને બાંગ્લાદેશ સામેની ટી-૨૦ સીરીઝમાંથી આરામ લઈ તેની પત્ની સાથે ભુતાન ફરવા ગયો છે ત્યારે જન્મદિવસ નિમિતે તેને પોતાની જાતને એટલે કે ૧૫ વર્ષીય ચીકુને લાગણીભર્યો પત્ર લખ્યો હતો અને તેણે પત્રમાં જણાવ્યું હતું કે, માર્ગમાં આવતી તમામ તકોને ઝડપી લેવી જોઈએ તે જ સાચી સફળતા છે. અનેકવિધ લોકો એટલે કે કહી શકાય કે ક્રિકેટ રસિકો અજાણ હશે કે કોહલી શું કામ વિરાટ બન્યો ? લોકોનાં જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.
જયાં તેઓને નિર્ણય લેવો અત્યંત કઠિન સાબિત થાય છે ત્યારે વિરાટ કોહલીનાં જીવનમાં એક સમય એવો હતો કે જયાં મેચ દરમિયાન તેમનાં પિતાશ્રીનું નિધન થયું હતું. આ ઘટના ઘટતાની સાથે જ અન્ય કોઈ વ્યકિત હોય તો તે સોકાતુર થઈ તે તેનું કાર્ય પૂર્ણ કરી શકે નહીં પરંતુ વિરાટે આ ભારે શોકમાંથી ઉગડી બીજા દિવસે મેચ રમી સદી નોંધાવી પોતાના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરી હતી. આવી જ એક ઘટના સચિન તેંડુલકર સાથે બની હતી. આ પ્રકારની ઘટના જયારે ઘટે અને જેમાં જે કોઈ વ્યકિત પોતાનાં દ્રઢ મનોબળથી સ્થિતિનું મુલ્યાંકન કરી તે રીતે વર્તે તો તે મહાન બને છે જેમાં વિરાટ એક ઉદાહરણ છે.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો ૩૧મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિરાટના ફેન્સ અને તેના મિત્રો તેને વિશ કરી રહ્યા છે. આ અવસરે વિરાટે ફેન્સને એક ખાસ ભેટ આપી. વિરાટ કોહલીએ પોતાનો એક જૂનો લેટર ફેન્સ સાથે શેર કર્યો છે. જે તેણે ૧૬ વર્ષ પહેલા પોતાને લખ્યો હતો. આ લેટરમાં વિરાટ પોતાની સાથે વાત કરી રહ્યો છે અને પોતાની આગામી અચીવમેન્ટને લઈને જાતે જ માર્ગદર્શન તૈયાર કરી રહ્યો છે. વિરાટે જણાવ્યું કે તે ૧૫ વર્ષનો હતો ત્યારે પોતાના માટે આ પત્ર લખ્યો હતો. આ પત્રમાં વાંચીને સ્પષ્ટ ઝલક મળી રહી છે કે તેને ચેમ્પિયન બનવાનો અહેસાસ ૧૫ વર્ષની ઉંમરથી જ થઈ ગયો હતો. પોતાના ૩૧મા બર્થડેના અવસરે વિરાટે પોતાના એક ફેનને આ ખાસ પત્ર શેર કર્યો. આ પત્રને શેર કરતા વિરાટે ટ્વીટને કેપ્શન આપ્યું, જ્યારે મેં ૧૫ વર્ષની ઉંમરમાં મારી જર્ની અને જીવનને વર્ણવ્યું હતું. આમ તો મેં આ લખવામાં મારું બેસ્ટ આપ્યું હતું. વિરાટ તેનાં પત્રમાં લાગણીભર્યા શબ્દો જે લખ્યા છે તે નીચે મુજબનાં છે.
હાય ચીકૂ, સૌથી પહેલા, જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ! મને પૂરો વિશ્વાસ છે કે તારી પાસે પોતાના ભવિષ્ય વિશે ઘણા સવાલો છે. હું માફી ઈચ્છું છું પરંતુ હું તારા ઘણા સવાલોનો હાલ જવાબ નહીં આપું. કારણ કે તમારા ભવિષ્યમાં શું રહેલું છે તે માલુમ ન પડે ત્યાં સુધી દરેક ખબર સરપ્રાઈઝ લાગે છે, દરેક પડકાર રોમાંચ લાવે છે અને દરેક નિરાશા એક શીખ આપે છે. તને આજે તેનો અનુભવ નહીં થાય પરંતુ તેની સફર ખાસ હોય છે અને આ યાત્રા સુપર છે. ૧૫ વર્ષનો વિરાટ પોતાને આગળ લખે છે, હું તને જે કહીશ તે એ છે કે તારા માટે જિંદગીએ કંઈક મોટું વિચાર્યું છે. પરંતુ આ માટે તારે મળનારા દરેક અવસર માટે તૈયાર રહેવું પડશે. જ્યારે પણ તક આવે તેનો સ્વીકાર કરવો પડશે. અને જે સરળતાથી મળી જાય તેને ક્યારેય ન લેવું. જો આવું કરીશ તો તું આગળ ફેલ થઈ જઈશ જેમ દરેક થાય છે. પોતાને એક વાયદો કર કે તું ક્યારેય ઉપર આવવાનું નહીં ભૂલે. અને જો તું પહેલી વખતમાં ન કરી શકે તો ફરીથી પ્રયાસ કરજે.
તને ઘણા લોકો પ્રેમ કરશે અને ઘણા તને પસંદ પણ નહીં કરે. કેટલાક એવા પણ હશે, જે તને ઓળખતા પણ નહીં હોય. તેમની ચિંતા તુ બિલકુલ ન કરતો. પોતાના પર વિશ્વાસ કરતો રહેજે. હું જાણું છું કે તું તે જૂતા વિશે વિચારી રહ્યો છે, જેને પપ્પાએ આજે તને ગિફ્ટ ન કર્યા. પપ્પાએ આજે તને જે હગ આપ્યું અને લંબાઈ વિશે મજાક કરી તેની સાથે જૂતાની સરખામણી કરીશ તો તેનો કોઈ મતલબ નહીં રહે. હું જાણું છું કે તેઓ ક્યારેક કડક દેખાય છે. પરંતુ આ એટલા માટે છે કારણ કે તેઓ તને સારો બનાવવા ઈચ્છે છે. તુ વિચારે છે કે ક્યારેક-ક્યારેક પેરેન્ટ્સ આપણને નથી સમજતા. પરંતુ હંમેશા યાદ રાખજે. માત્ર આપણો જ પરિવાર છે, જે આપણને કોઈપણ શરત વિના ખૂબ પ્રેમ કરે છે. તેમને તું પણ પ્રેમ કર અને સન્માન આપ અને તેમની સાથે એટલો સમય પસાર કરો જેટલો તું કરી શકે. પપ્પાને બતાવ કે તું તેમને પ્રેમ કરે છે. ખૂબ વધારે પ્રેમ કરે છે. તેમને કાલે જણાવજે. અંતમાં આટલું જ કહીશ કે પોતાના દિલનું સાંભળો, પોતાના સપના માટે દોડો, હંમેશા દયાળું રહો અને દુનિયાને આ બતાવ કે મોટા સપના જોવાથી કેવી રીતે અંતર બને છે. જે છે તે જ રહેજે. અને તે પરાઠા વિશે પણ થોડું વિચાર! આવનારા વર્ષોમાં તે એક લક્ઝરી બની જશે. પોતાનો દરેક દિવસ સુપર બનાવો!