રાજકોટ મહાનગરપાલિકા, જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે “રન ફોર યુનિટી”શાનદાર રીતે યોજાઈ
“રન ફોર યુનિટી”ને ભવ્ય સફળ બનાવવા શાળા કોલેજ, જુદા જુદા સમાજના આગેવાનો, સંસ્થાઓ તથા ભાજપના શહેર સંગઠન શહેરીજનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરતા પદાધિકારીશ્રીઓ.
“રન ફોર યુનિટી”ના કાર્યક્રમમાં મેયર બિનાબેન આચાર્યએ એકતાના શપથ લેવડાવેલ.
પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ ભવ્ય પરેડ આકર્ષણનું કેન્દ્ર બનેલ.
“રન ફોર યુનિટી” ને પદાધિકારીઓ અધિકારીઓ વિગેરે દ્વારા ફ્લેગ આપી શુભારંભ કરાયેલ.
રાજકોટ મહાનગરપાલિકા, જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે “રન ફોર યુનિટી”શાનદાર રીતે યોજાઈ. “રન ફોર યુનિટી”ને ભવ્ય સફળ બનાવવાતંત્રની સાથે સાથે શહેરના જુદા જુદા સમાજના આગેવાનો, જુદી જુદી સંસ્થાઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શહેર ભાજપના સંગઠનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપેલ છે જે બદલ આભાર વ્યક્ત કરતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ જીલ્લા કલેકટર ડૉ.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહેલ.
સૌપ્રથમ પોલીસ વિભાગ દ્વારા બેન્ડની સુરાવલી સાથે ઘોડેસવારો, ડોગ સ્ક્વોર્ડ, બાઈક તેમજ પોલીસ જવાનો દ્વારા રેસકોર્ષ રીંગ રોડ પર માર્ચ પાસ(પરેડ) યોજાયેલ. જે આકર્ષણનું કેન્દ્ર બનેલ.
માર્ચ પાસ બાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ “રન ફોર યુનિટી”ને ફ્લેગ આપી શુભારંભ કરાવેલ જેમાં સૌપ્રથમ દિવ્યાંગો ત્યારબાદ સ્કેટિંગના બાળકો, સ્કુલના બાળકો દ્વારા જુદા જુદા વેશભૂષા લેઝીમ રાસ અને ત્યારબાદ હજારોની સંખ્યામાં “રન ફોર યુનિટી”માં જોડાઈ ૨.૭ કિ.મી.ની દોડ કરવામાં આવેલ.
“રન ફોર યુનિટી”માં પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ જીલ્લા કલેકટર ડૉ.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, નેતા દલસુખભાઈ જાગાણી વિગેરેએ ૨.૭ કિ.મી.ની દોડ પૂર્ણ કરેલ. આ ઉપરાંત મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, તેમજ કોર્પોરેટર બહેનો દ્વારા પણ દોડમાં ભાગ લીધેલ.
આ રન ફોર યુનીટીમાં સ્કુલ એસોસીએશન, દાઉદી વોરા સમાજ, યુનિવર્સીટી, ભારત વિકાસ પરિષદ, મધુરમ ક્લબ, વાત્સલ્ય ટ્રસ્ટ, સિંધી સમાજ, વિકલાંગો દીવ્યંગો, દિનેશ કારિયા એશોશિએશન, યુ.વી. ક્લબ, આર્ટ ઓફ લીવીંગ, બોલબાલા, શિશુ મંદિર, સાંધુ સમાજ, રધુવંશી સમાજ, દલિત વાલ્મીકી સમાજ, રાજકોટ મર્ચન્ટ ઇલેક્ટ્રિક, સ્વીમીંગ એશોસિએશન, સૌની સમાજ, પુરુષાર્થ યુવક મંડળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજપૂત સમાજ, કિંગ એકેડમી, જલારામ ઝુંપડી, ગુર્જર સુથાર, આર.કે. યુનિવર્સીટી, ડી.વી.મેહતા, મન મંદિર એજ્યુકેશન, લાઈફ સંસ્થા બ્લડ બેંક, જય સરદાર, બાલભવન, ક્ષત્રિય સમાજ, ભરવાડ સમાજ, મોઢ વણિક સમાજ, આત્મીય કોલેજ, દલિત મેમ્બર્સ ઓફ કોમર્સ, પ્રગતિ એજ્યુકેશન વિગેરે સંસ્થાઓ ભાગ લીધેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા પદાધિકારીશ્રીઓ ઉપરાંત જીલ્લા કલેકટર વિભાગ, પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ/કર્મચારી વિગેરે દ્વારા ખુબ જ જહેમત ઉઠાવેલ.