મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત પોલીસની માર્ચ પાસ્ટ
પ્રખર રાષ્ટ્રભક્ત,અખંડ ભારતના શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્ટ્રીય એકતા દિન નિમિતે રન ફોર યુનિટીનું રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે મહાનગરપાલિકા, જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જેને રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય અને મહાનુભાવોએ ફલેગ ઓફ કરી પ્રસન કરાવ્યું હતું.રાષ્ટ્રની એકતા અને અખંડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાદિનની દરવર્ષે ઉજવણી થાય છે. જે નિમિત્તે રન ફોર યુનિટીનું પણ આયોજન સમગ્ર રાજયમાં કરવામાં આવે છે. જે અન્વયે બુધવારે બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સાંજે ૫-૩૦ કલાકે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમના પ્રારંભે મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્યો અરવીંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા સહિતના મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, હોદેદારો, અધિકારીઓ અને નગરજનોને મેયર બીનાબેન આચાર્યએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવાડાવ્યા હતા તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચપાસ્ટ યોજાઇ હતી. રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ ફલેગઓફ આપી રન ફોર યુનિટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિવિધ સ્વૈચ્છીક સંસઓના સભ્યો, વિવિધ એશોસીએશનના હોદેદોરો-સભ્યો, બીએપીએસ, બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ ગુરૂકુળસહિતની વિવિધ ધાર્મિક સંસઓના સભ્યો અને શાળા-કોલેજોના વિધ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ અને ખાસ દિવ્યાંગ બાળકો અને સ્કેટીંગ રંગના બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો
આ રન ફોર યુનીટીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રન ફોર યુનિટીના કાર્યક્રમમાં મહાનગર પાલિકા, વહિવટી તંત્ર, પોલીસ વિભાગ, રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડે.મેયર અશ્વીનભાઇ મોલીયા,કલેકટર રાહુલ ગુપ્તા, મ્યુનિસીપલ કમિશ્નર બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનીલભાઇ રાણાવાસીયા, જિલ્લા પોલીસ અધિક્ષક (રૂરલ) બલરામ મીના, આસી. કમિશ્નર હર્ષદ પટેલ, અધિક નિવાસી કલેકટર પંડયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દંડક અજયભાઇ પરમાર, સહિતના પદાધિકારીઓ, હોદેદારો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિર્દ્યાીઓઅને નગરજનો ઉપસ્તિ રહ્યા હતા.