- ધારાસભ્ય સંજય કોરડીયા, સહિતના આધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
- જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહ સાથે ભાગ લીધો
- ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા, સહિતના આધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.જેમા નાયબ કમિશનર અજય ઝાંપડા, જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ, હોમગાર્ડ્સ યુનીટ, જૂનાગઢ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને જૂનાગઢ ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કેશોદ ધારાસભ્ય દેવા માલમ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જેમા નાયબ કમિશનર અજય ઝાંપડા, જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી ગૌરાંગ નરે, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ, હોમગાર્ડ્સ યુનીટ, જૂનાગઢ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા. આ દોડ બહાઉદીન કોલેજ જૂનાગઢ થી સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રઘ્ઘા સુમન અર્પણ કર્યા હતા.
ચિરાગ રાજ્યગુરુ