વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત આયોજીત સમરસતા સેવા સંગમ રાજકોટનાં ઉપક્રમે રન ફોર સેવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓ સેવાનું મહત્વ સમજે એ હેતુસર સમરસતા સેવા સંગમ કાર્યક્રમનાં ભાગરૂપે યોજાયેલી રન ફોર સેવા રેલી દરમિયાન સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં દોઢ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેવાનાં મંત્રને સાર્થક કરતા સેવાકીય પ્રવૃત્તિ અંગે જાગૃતતા ફેલાવી હતી. ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, કેતનભાઈ સોજીત્રા, મુકેશભાઇ કામદાર, કમલેશભાઈ બાલભ્રદ્ર, ભરતભાઈ કુંવરિયા, કિશોરભાઈ મૂંગલપરા, નરેન્દ્રભાઈ દવે, નરેન્દ્રભાઈ ભાડલીયા ઉપરાંત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટીશ્રી ડો. બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…