શહીદ પરિવારના હસ્તે લીલીઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન
દળ સમિતી દ્રારા સોમનાથ થી દિલ્લી સુધીની સાયકલ યાત્રાનો પ્રારંભ શહીદ પરીવારના હસ્તે કરાયો હતો.
વિર સપૂત ભગતસિંહ ની માનવતાવાદી વિચારધારાની સ્થાપના અને દેશના સમગ્ર નાગરીકોને શહીદ ભગતસિંહ અને દેશની આઝાદીમા પોતાના જીવ ન્યોછાવર કર્યાં છે તેવા ક્રાંતી કારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા “ભગતસિંહ ક્રાંતી દળ” ના અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડીયા દ્રારા રન ફોર ભગતસિંહ અભીયાન અંતગર્ત સાયકલયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતુ. જે સંદર્ભે આજરોજ સોમનાથ મંદિરેથી શહીદ ભગતસિંહ ની પ્રતિમા સાથે ૧૫ જેટલા યુવાનો એ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો જેને શહીદ પરીવાર દ્રારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. જેમા સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીગણ, સામાજીક અગ્રણી જગમાલ વાળા, હિન્દુ યુવા સંગઠન, સહીત હજજારો ની સંખ્યામાં યુવાનો જોડાયા હતાં.
ભગતસિંહ સાયકલયાત્રા નો મુખ્ય ઉદેશ માત્રને માત્ર ભગતસિંહ ને દેશનૂ સર્વોચ્ચ સન્માન અપાવવુ અને તેમના વિચારોને જન જન સુધી પહોચાડવા નો છે.સોમનાથથી લઇ ૩૦૦ ગામડાઓમા, ૪૨ તાલુકાઓમા, ૧૯ જીલ્લાઓમા અને ૫ રાજયોમાથી પસાર થઇને ૨૩મી માચઁ ( ભગતસિંહ શહાદત દિન) નવી દિલ્હી પહોચશે અને રાષ્ટ્ર પતિને એકલાખ સહી સાથેનૂ આવેદન પત્ર વિવિધ વિવિધ માંગણી ઓ સાથેનું રજુ કરાશે.