આજ માનવ જીવન જાતી, ધર્મ, દેશના મતભેદને લીધે નાવીક વગરની નાવ જેવું દિશાહીન થઈ ચુકયું છે ત્યારે દરેક માનવજાતીને એક સુત્રતાના બાંધવા પરમપિતા પરમાત્માની વસુદેવ કુટુમ્બીકની ભાવનાને સાકાર કરવા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય છેલ્લા ૮૦ વર્ષથી સતત કાર્ય કરી રહી છે.
આજે આપણા પ્રાઈમિનીસ્ટર પણ વિશ્વ એકતા ભાઈચારાનું આહવાન કર્યું છે ત્યારે પરમપિતા પરમાત્માની દિવ્ય પ્રેરણા દ્વારા ઓખામાં બ્ર.કુ.ગીતા પાઠશાળાના ભાઈ-બહેનો લોક ભાગીદારો દ્વારા ફરીથી વિશ્વમાં દરેક મનુષ્ય જાતી એકતાના સુત્રમાં બંધાય તે માટે એક રેલીનું આયોજન કરેલ. તેમાં સંદેશ આપવામાં આવ્યો કે આપણા સૌના આત્માના અવિનાશી પિતા પરમાત્મા શિવ એક પિતાના સંતાનો છીએ.
આ સમજ જયારે કેળવાશે ત્યારે વિશ્વમાં ફરી એકવાર એક ધર્મ, એક ભાષા, એક રાજયની સ્થાપના થશે એટલે કે ફરી એક વાર રામ રાજય સ્થપાશે. આવા ઉમદા વિચારો સાથે ઓખા બ્રહ્માકુમારી પાઠશાળા દ્વારા વ્યોમાણી ધામથી ગાંધીનગરી ભુંગામાં આવેલ શંતીમાતા મંદિર સુધીની રન ફોર યુનિટીની રેલી કાઢવામાં આવી હતી. જેમાં પાઠશાળાના કાર્યકરો સાથે ગામના અગ્રણી બિપીનભાઈ મહેતા, સલીમભાઈ પાસ્તા તથા ઓખા લાઈટ હાઉસના તબેન ગૌસ્વામી ખાસ હાજર રહ્યા હતા.