રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
જોઇન્ટ ડી.જી. એફ.ટી. અભિષેક શર્મા, ડી.આઇ.સી.ના જનરલ મેને. કે.વી.મોરી, નાબાર્ડના ડી.ડી.એમ. મહેશ પટોલે, અમદાવાદ આસી. ડાયરેક્ટર એ.જે. પરમાર તથા ફ્રીઓના ગુજરાત હેડની ખાસ ઉપસ્થિતિ
રાજકોટ-અમદાવાદ ઇલે. મેટ્રો ટ્રેન શરૂ કરવી, ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી વગેરે પ્રશ્નોની રજૂઆત કરતા ચેમ્બર ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા
રાજકોટ જીલ્લાની નિકાસ પ્રક્રિયાને વધુ વેગ મળે તેમજ રાજકોટ નિકાસક્ષેત્રે મુખ્ય સેન્ટર બને તે માટે “ડિસ્ટ્રીક્ટ એક્ષપોર્ટ પ્રમોશન પ્લાન કમિટિ” રચના કરાયેલ હતી અને તેની પ્રથમ મિટિંગ અગાઉ રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નિકાસ પ્રક્રિયાને વેગ આપવા તથા તે અંગે ઉદ્ભવતી સમસ્યાવઓ અને સુચનો મેળવવા માટે ઓનલાઇન મીટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટિંગમાં રાજકોટ જોઇન્ટ ડી.જી.એફ.ટી. અભિષેક શર્મા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી, નાબાર્ડના ડી.ડી.એમ. મહેશ પટોલે, અમદાવાદના આસીસટન્ટ ડાયરેક્ટર એ.જે. પરમાર તથા ફીઓના ગુજરાત હેડ ખાસ ઉપસ્થિત રહેલ.
ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ ઉ5સ્થિત તમામ ગર્વમેન્ટ અધિકારીઓ તથા સભ્યોને આવકારી પ્રાસંગીક ઉદ્બોધન કરેલ તેમજ રાજકોટ જીલ્લાના વધુ ડેવલોપમેન્ટ માટે રાજકોટ-અમદાવાદ ઇલેક્ટ્રીક મેટ્રો ટ્રેન શરૂ કરવી, નવા બની રહેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી, રાજકોટ ખાતે તાત્કાલીક ક્ધવેન્શન સેન્ટર ઉભું કરવું, તેમજ નિકાસકારો માટે ઇનલેન્ડ ક્ધટેઇનર ડેપો શરૂ કરવા જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ.
મિટિંગમાં ખાસ ઉપસ્થિત જોઇન્ટ ડી.જી.એફ.ટી. અભિષેક શર્માએ જણાવેલ કે નિકાસક્ષેત્રે પ્રવર્તતી વિવિધ તકો તથા અન્ય સમાવિષ્ટ યોગ્ય ક્ષેત્રો અંગે સ્પષ્ટતા કરેલ. જેમાં ખાસ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સિવાયના વાણિજ્યક, સેવાપ્રદાન અને કૃષિક્ષેત્ર પણ નિકાસકાર્યને પ્રાધાન્ય આપવામાં આવે તો આવા ક્ષેત્રો વધુ સારો વિકાસ પામી શકે તેમ છે.
નિકાસ વિષયક વિવિધ મુદ્ાઓની ચર્ચા તથા છણાવટના અંતે નક્કી થયા મુજબ રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં વિવિધ સેક્ટરના નિકાસ એકમોને પોતાના પ્રશ્નો તથા સુચનો રાજકોટ ચેમ્બર વ્હેલી તકે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. જેથી તમામ પ્રશ્નો-સુચનોનો યોગ્ય અભ્યાસ કરી સરકાર સમક્ષ રજૂઆત કરી યોગ્ય નિવારણ હાથ ધરી શકાય.
સમગ્ર મિટિંગનું સંચાલન તથા ઉપસ્થિત સર્વે અધિકારીઓ તથા સભ્યોનો રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ આભાર વ્યક્ત કરેલ. તેમ ચેમ્બરની એક યાદીમાં જણાવેલ છે.