- \રામભાઇની “રેલ” દોડી: સૌરાષ્ટ્રના રેલવે પ્રશ્ર્નનો રેલવે મંત્રી સમક્ષ કર્યો “ઢગલો”
- એક્સપ્રેસ અને લોકલ ટ્રેનના ભાડા અલગ-અલગ રાખો: રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાની કેન્દ્રીય રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ સમક્ષ ધારદાર રજૂઆત
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવને સૌરાષ્ટ્રના રેલ્વેને લગતા પ્રશ્ર્નો બાબતે રૂબરૂમાં મળીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા.
સૌરાષ્ટ્રને રેલવેને લગતા પ્રશ્ર્નો બાબતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવને રૂબરૂમાં મળી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.
રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાય છે. અત્યારે રાજકોટની વસ્તી અંદાજે 45 લાખ કરતા વધારેની વસ્તી છે. તેમજ રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્સ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ પડતું શહેર છે અને રાજકોટની આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ હરિદ્વાર જવા માટે રેલવેનો ઉપયોગ કરતા હોય છે અને હરિદ્વાર જવા માટે ટ્રેનમાં ક્ધફર્મ ટિકિટ મળતી નથી. વેઇટિંગ વધારે હોય છે. હાલમાં રાજકોટથી હરિદ્વાર જવા માટે ઓખા દેહરાદુન વિકલી ટ્રેન ઉપલબ્ધ છે. આ સિવાય હરિદ્વાર જવા માટે એક પણ ટ્રેન ઉપલબ્ધ નથી. હરિદ્વાર જવા માટે દરરોજ રાજકોટથી હરિદ્વારની ટ્રેન આપવા ભારપૂર્વક રજૂઆત કરી છે.
કોરોના પહેલા રાજકોટ થી મુંબઈ સેન્ટ્રલ જવા માટે સૌરાષ્ટ્ર મેલ સાંજે ઉપડતો હતો અને બોરીવલી સવારે 7:00 વાગે પહોંચાડતો હતો તે જ પ્રમાણે રાજકોટ થી બાંદ્રા જવા માટે સૌરાષ્ટ્ર જનતા બપોરના 15: 30 વાગે ઉપડતી હતી અને બોરીવલી ખાતે વહેલી સવારે 5:30 વાગે પહોંચાડતી હતી. આ બંને ટ્રેનો સૌરાષ્ટ્રના લોકોને મુંબઈ જવા માટે ખૂબજ અનુકૂળ હતી.આ બંને ટ્રેનમાં જવા માટે વધુ પ્રમાણમાં પ્રવાસીઓનો ઘસારો રહેતો હતો. પરંતુ અચાનક આ બંને ટ્રેનના ટાઈમ બદલી નાખવામાં આવ્યા છે. જેથી મુસાફરોને બોરીવલી રેલ્વે સ્ટેશન ઉપર વહેલી સવારે ત્રણ વાગ્યે આ ટ્રેન પહોંચતી હોવાથી મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ બંને ટ્રેનોને તેમના અગાઉના શિડ્યુલ મુજબ રાજકોટથી મુંબઈ જવા માટે શરૂ કરાવે તેવી ભારપૂર્વક રજૂઆત કરેલી છે.
જામનગરથી મુંબઈ સેન્ટ્રલ જતી જામનગર દુરંતો ટ્રેન બોરીવલી સ્ટેશન ખાતે સ્ટોપેજ ન હોવાથી સૌરાષ્ટ્રના પેસેન્જરને ફરજિયાત મુંબઈ સેન્ટ્રલ ઉતરવું પડે છે અને પરતમાં અન્ય ટ્રેન દ્વારા બોરીવલી પરત આવવું પડે છે. પેસેન્જરોને સાથે લગેજ હોવાથી ખૂબ મુશ્કેલી ઊભી થાય છે. મુંબઈ જતા મુસાફરોમાં 90 ટકા મુસાફરો બોરીવલી સ્ટેશન ખાતે ઉતરી જતા હોય છે. જેથી મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે બોરીવલી ખાતે સ્ટોપેજ આપવા માટે રજૂઆત કરેલી છે.
અગાઉ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાથે સંસદ સભ્યોને રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્ર્નો બાબતે મિટિંગમાં અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની 10 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલી આ રજૂઆત બાબતે રેલવે મંત્રીએ છ ટ્રેનોને લંબાવી આપેલી આ ટ્રેનોને તુરંત રાજકોટ સુધી ઝડપથી ચાલુ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી.
આ ઉપરાંત સિનિયર સિટીઝનને રેલવે ટીકીટમાં ક્ધસેસન આપવામાં આવતું હતું તે ક્ધસેશન આપવાનું હાલમાં બંધ છે તે ફરી ચાલુ કરવા, હાલમાં રેલવેમાં લોકલ ભાડું તેમજ એક્સપ્રેસ ભાડું એક સરખું છે. તેને બદલે લોકલ ભાડુ એક્સપ્રેસ ટ્રેનના ભાડા કરતા ઓછું હોવું જોઈએ, પોરબંદરથી રાજકોટ વાયા જેતલસર જવા માટે એક જ ટ્રેન સવારના ઉપલબ્ધ છે તેને બદલે વધુ ટ્રેનની સંખ્યા વધારવી જોઈએ. અગાઉ રાજકોટથી વેરાવળ જવા માટે વહેલી સવારે 5:30 વાગે લોકલ ટ્રેન ઉપડતી હતી તેમાં ટ્રાફિક પણ પૂરતા પ્રમાણમાં મળતો હતો છતાં પણ આ ટ્રેન બંધ કરી દેવામાં આવેલ છે તેને ફરીથી ચાલુ કરવામાં આવે. સૌરાષ્ટ્રમાંથી રાજસ્થાનના રામદેવરા ખાતે જવા માટે મુસાફરોનો મોટો વર્ગ છે. આ મુસાફરોને સીધી રામદેવરા જવા માટે કોઈ ટ્રેન નથી. જેથી લોકોને પ્રાઇવેટ વાહનોમાં જવું પડે છે. તેથી ખર્ચની રીતે પણ ખૂબ મોંઘુ પડતું હોય તેમજ સમયની પણ બરબાદી થતી હોય અને રામદેવરા જવા માટે સૌરાષ્ટ્રમાંથી જવા માટે મુસાફરોનો મોટા પ્રમાણમાં ઘસારો રહેતો હોવાથી રાજકોટથી રામદેવરા જવા માટે ટ્રેન ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
વહેલી સવારે જામનગરથી ઉપડતી ઇન્ટરસિટી બાંદ્રા સુધી જતી હતી તે ટ્રેનને અચાનક વડોદરા સુધી જ ચાલુ રાખેલ છે તે ટ્રેન ફરીથી બાંદ્રા સુધી ચાલુ કરવા રાજકોટ ભુજ ટ્રેન ચાલુ હતી તે ટ્રેન બંધ કરી દેવામાં આવેલ છે તેને ફરીથી ચાલુ કરવા અમદાવાદ ઉદયપુર નાથદ્વારા ટ્રેન વાયા હિંમતનગર થઈને ચાલે છે તે ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા રાજકોટ મોરબી વચ્ચે મેમુ ટ્રેન ચાલતી હતી. આ ટ્રેન કોઈ કારણ વિના અચાનક બંધ કરી દેવામાં આવેલ છે. વહેલી. સવારે રાજકોટથી મોરબી જવા માટે પેસેન્જર માટે ખૂબ ઉપયોગી હોવાથી ચાલુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી.