પર્સનલ કાર કરતા કેબના ફાયદાઓ
પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, માટે જ બજેટ બાબતની તકેદારી જ‚રી બને છે. જો તમે તમારી કારનો વપરાશ વર્ષ દરમ્યાન ૧૨૦૦૦ કિ.મી. કરતા ઓછુ ધરાવતા હોય તો પર્સનલ કારની સરખામણીએ ઉબેર અથવા ઓલા જેવી કેબ સર્વિસ આપતી કાર સસ્તી પડે છે. જોકે કેબ સર્વિસમાં ડિમાન્ડ વધતા તેના ભાવમાં વધારો તો થયો જ છે તેમ છતાં ભારતમાં કાર વાર્ષિક ડ્રાઈવિંગ ડિસ્ટન્સ ૧૨૦૦૦ કિમી તો હોય જ છે.પર્સનલ કારનો ઉપયોગ ત્યારે જ સસ્તો પડે છે જયારે તમારી કારનો વાર્ષિક વપરાશ ૧૫૦૦૦ કિમી કે તેથી વધુ હોય. હાલ કેબ વાનનો ઉપયોગ વધી રહ્યો છે કેમ કે પર્સનલ કાર લેવી સામાન્ય માણસ માટે અઘરું છે. ક્રિસીલના રિસર્ચ પ્રમાણે ૨૦૨૦ સુધીમાં ૧૫% અને ૨૦૩૦ સુધીમાં ૩૦% કારને વેચાણ થાય તેનું અનુમાન છે. કારણકે લાઈફસ્ટાઈલ અને સ્ટેટસ માટે લોકોમાં કેબનો ક્રેઝ વધી રહ્યો છે. જો આવી જ રીતે જો કેબનો વપરાશ વધતો રહેશે તો કારના વેચાણમાં ૨૦૩૦ સુધીમાં ૨૦%નો ઘસારો થશે. તેવું એજન્સીનું માનવું છે. કારણકે કેબનો વપરાશ પર્સનલ વાહન કરતા ઓછુ મીટર ધરાવે છે. જોકે ટેકસી અને અન્ય વાહનો કરતા પર્સનલ કારનો વપરાશ વધુ છે. એક સર્વેના આધારે ૨૦૩૦ સુધીમાં ૩૦% એગ્રીગેટર સેવાઓ અને નિયમિત કેબનો ઉપયોગ કરવામાં આવશે. જેના પગલે રસ્તા પર ઓછી સંખ્યામાં કારની જ‚ર પડશે.જોકે પેસેન્જર કારનું વેચાણ એગ્રીગેટર સેવાઓના કેબના વધતા પસંદગીને લીધે ૨૦૩૦થી વધીને ૧૫૦ બેસિસ પોઈન્ટ અથવા ૧.૫ ટકા (૧૦૦ બીપીએસ = ૧ ટકાવારી બિંદુ) જેટલુ વધતુ જાય છે. જે પર્સનલ કાર કરતા વધુ છે. રસપ્રદ વાત તો એ છે કે પરિવહન માટે પર્સનલ કારનો હિસ્સો ટેકસીઓ કરતા વધારે છે. કારણકે લોકો વધુ સુવિધા માટે ચુકવણી કરવા તૈયાર છે. જે લોકો પ્રથમ વખત કારને ખરીદશે તેવી મહત્વાકાંક્ષી ધ્યેય છે પરંતુ જેઓ બીજી વખત કાર ખરીદવાની યોજના કરે છે તેઓ તેની ખરીદદારી ટાળી પણ શકે છે. ક્રિસિલ રિસર્ચના અભ્યાસ પ્રમાણે એક કેબનુ ભાડુ ‚ા.૧૯ પ્રતિ કિ.મી. છે. જયારે ટેકસી માટે ‚ા.૧૮ અને પર્સનલ કાર માટે ‚ા.૨૨ પ્રતિ કીમી થાય છે. ઘણા ખર્ચ અને સગવડ માટે કેબના પરિવહન કરી રહ્યા છે. એક રીતે તો વધુ લોકો પર્સનલ કાર ચલાવવાનું ટાળશે તો રસ્તાઓ પરની ટ્રાફિક સમસ્યાઓનું પણ નિવારણ થશે. માટે જ પર્સનલ કાર કરતા પણ વધુ સફળ થયેલી કેબ પરિવહન માટે શ્રેષ્ઠ છે.