મુખ્યમંત્રીએ રાજીનામુ કેબીનેટને નહીં રાજયપાલને આપવાનું હોય: રૂપાણી
હાર્દિક જેવા કોંગ્રેસના એજન્ટ સરકારને અસ્રિ કરવા અફવા ફેલાવી રહ્યાં છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાની અફવા ફેલાવી હાર્દિક ‘રાજકીય રોટલા’ શેકવાનો હિન પ્રયાસ કરી રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં એક ફોજદારી કેસમાં પોલીસ મકે હાજરી પુરાવવા આવેલા પાસના નેતા હાર્દિક પટેલે અફવા ફેલાવી હતી કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજીનામુ લેવાઈ ગયું છે. રૂપાણીએ કેબીનેટમાં રાજીનામુ આપી દીધુ છે. ૧૦ દિવસમાં કોઈ પાટીદાર નેતાને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાશે. જો કે, હાર્દિકના નિવેદનના પ્રત્યુત્તરમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, હાર્દિક મીડિયામાં છવાઈ જવા ખોટું બોલી રહ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, મીડિયાની નજરમાં રહેવા હાર્દિક હવે જુઠાણાનો સહારો લેવા લાગ્યો છે.હાર્દિકને સીસ્ટમની ખબર છે કે, નહીં તે વાતનો મને ખ્યાલ ની પરંતુ મુખ્યમંત્રીએ રાજીનામું કેબીનેટને નહીં પરંતુ રાજયપાલને આપવાનું હોય છે. હાર્દિક જેવા કોંગ્રેસના એજન્ટો સરકારને અસ્રિ કરવા આ પ્રકારનું જુઠાણુ ફેલાવી રહ્યાં છે. મેં રાજીનામુ આપ્યું ની અને રાજીનામુ આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. લોકોએ મને વધુ પાંચ વર્ષ સેવા માટેની જવાબદારી આપી છે જે હું પૂર્ણ તાકાતી નિભાવવા માંગુ છું.
સમગ્ર અફવાઓ અને પાયાવિહોણા આક્ષેપો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના એજન્ટ આ પ્રકારના જુઠાણા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ સરકારમાં કોઈ ફેરફારનો પ્રશ્ન જ નથી. અમારો પક્ષ અને સરકાર શ્રેષ્ઠ સંકલની કામ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયામાં ઘણા સમયી રાજીનામા અંગે બદઈરાદાી અફવા ફેલાવવામાં આવી હોવાનું જગજાહેર છે. રાજયમાં શાંતિનો માહોલ છે જેને બગાડવા માટે કેટલાક લોકો અફવાઓનું બજાર ગરમ કરી રહ્યાં છે.