તંત્રની યોગ્ય સ્પષ્ટતાના અભાવના કારણે લોકોને ધરમના ધક્કા: ભારે રોષ
રાજકોટ
મહાપાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ વિતરણ કરવામાં આવતા હોવાની અફવાી આજે લોકો આવાસના ફોર્મ લેવા માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉમટી પડયા હતા. જો કે, તેઓને ધરમના ધક્કા યા હતા.
તાજેતરમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અલગ અલગ ચાર કેટેગરીની વિસ્તૃત માહિતી આપી હતી અને એવી જાહેરાત કરી હતી કે, આવાસ યોજના માટેના ફોર્મનું ૧૫મી મેી વિતરણ કરવામાં આવશે. વાસ્તવમાં આવાસ યોજનાના ફોર્મનું નહીં પરંતુ જે લાર્ભાીઓ મકાન બનાવવા માટે ર્આકિ સહાય અને મકાન ખરીદવા માટે વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા માંગતા હોય તેના ફોર્મનું વિતરણ કરવામાં આવનાર છે.
તંત્ર દ્વારા યોગ્ય સ્પષ્ટતાના અભાવે અનેક લોકોને મહાપાલિકા કચેરી સુધી ધરમના ધક્કા યા હતા. અહીં ક્ધસ્ટલન્ટ એજન્સી દ્વારા ફોર્મનું વિતરણ પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ ચાર કેટેગરી અને લોકો કેવા આવાસ ઈચ્છે છે તે માટે ડિમાન્ડ ફોર્મનું વિતરણ શ‚ કરાયું છે. જેમાં આવાસ માટે અરજી સ્વીકારવામાં આવતી ની પરંતુ કેવા પ્રકારના આવાસ જોઈએ છે કે, આવાસ બનાવવા ર્આકિ સહાય કે મકાન ખરીદવા માટે બેંક લોનના વ્યાજમાં માફી જોઈએ છે જેના ફોર્મનું વિતરણ શ‚ કરવામાં આવ્યું છે. પરંતુ યોગ્ય સ્પષ્ટતાના અભાવે લોકો પોતાના કામ ધંધા છશેડી આવાસના ફોર્મ મેળવવા માટે કચેરી ખાતે ઉમટી પડયા હતા.